જ્યોતિષ શાસ્ત્ર

જો તમને ઉપહારમાં આ 7 વસ્તુઓ મળે તો થઇ જશે બેડોપાર, ચમકી જશે નસીબ

ગિફ્ટ આપવાનું ચલણ આમતો ઘણા સમયથી છે. આજે કોઈપણનો જન્મ દિવસ હોય કે કોઈ ખાસ દિવસ ગિફ્ટ આપવાનું ચલણ વધ્યું છે. કોઈને ગીફ્ટ આપવી તો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જો કોઇને ગિફ્ટ સ્વરૂપે કોઈ ખાસ ચીજ આપવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. કોઈ ખાસ વસ્તુ આપવાથી મનુષ્યમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ પૈસાથી જોડાયેલી કોઈ પણ પરેશાની હોય તો તે ખતમ થઇ જાય છે. આ દિવાળીએ તમે પણ આ ગિફ્ટ આપી શકો છો.

આજે અમે તમને જણાવીશું કે,એવી કંઈ ગિફ્ટ આપણને મળી જાય તો ખરાબ પરિસ્થિતિનો અંત આવે છે અને સારો સમય ચાલુ થાય છે.

1.કપડાં

Image Source

જો તમે કોઈ ગિફ્ટ તરીકે કપડાં આપે તો તમારું નસીબ ઉઘડી જાય છે. કપડાંની ગિફ્ટ આપવાથી કે લેવાથી બન્નેના દુર્ભાગ્યનો અંત આવી સારો સમય ચાલુ થાય છે.

2 ગણેશજીવાળી તસ્વીર

Image Source

જો કોઈ વ્યક્તિ તમને ગિફ્ટ રૂપે 2 ગણેશજીવાળી ફોટો કે મૂર્તિ આપે તો તે તમારા જીવન માટે ખુબ શુભદાયીક અને લાભદાયીક હોય છે. પરંતુ આ ગિફ્ટ લેતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે બન્ને મૂર્તિ કે ફોટોમાં ગણેશનું મુખ જ જોવા મળે, પીઠ નહિ. પીઠ દેખાવાથી દરિદ્રતા આવે છે.

3. હાથીની જોડી

Image Source

જો તમારા કોઈ શુભ અવસર પર ગિફ્ટ તરીકે હાથીની જોડી ગિફ્ટ તરીકે મળી જાય તો તે ગિફ્ટ તમારી જિંદગીની સૌથી સારી ગિફ્ટ છે. હાથીની જોડી ગિફ્ટમાં આપવી કે લેવી તે સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં પણ સોના-ચાંદી, પીતળ અને લાકડાંથી બનેલા હાથીના જોડાને શુભ માનવામાં આવે છે.

4. માટીથી બનેલી ચીજ

Image Source

જો તમને  માટીની કોઈ વસ્તુ મળી જાય તો તમને નજીકના ભવિષ્યમાં ચોક્કસ ધનલાભ થશે. માટીની ગિફ્ટ મળવાથી તમારા અટકેલા પૈસા ધીમે-ધીમે મળવા લાગે છે, સાથે આવકમાં પણ વધારો થાય છે.

5. ચાંદીની કોઈપણ વસ્તુ

Image Source

હિન્દૂ ધર્મ અનુસાર, ચાંદીની કોઈ પણ વસ્તુ ગિફટ તરીકે મળે છે તો તેને મંગલમયી માનવામાં આવે છે. હાલાંકી ચાંદીની કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપી પણ શકાય છે અને લઇ પણ શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે, ચાંદીના સિક્કા અથવા ચાંદીની કોઈ પણ વસ્તુ ઉપહારમાં મળે તો લક્ષ્મી પ્રસન્ન થાય છે.

6. સાત ઘોડાની તસ્વીર

Image Source

જોઈ તમારા મિત્રવર્તુળ કે સગાસંબંધીમાંથી સાત સફેદ ઘોડાની તસ્વીર મળી જાય તો બહુજ શુભ માનવામાં આવે છે. સાત સફેદ ઘોડાવાળી તસ્વીરને અથવા શો પીસને ફેંગશુઈમાં પણ લાભદાયીક માનવામાં આવે છે. ગિફ્ટ તરીકે જો સફેદ સાત ઘોડા વાળી તસ્વીર મળી જાય તો આવકના સ્ત્રોતમાં પણ વધારો થાય છે.

7. પીયોંનીયા ફૂલ

Image Source

ફેંગશુઈની દુનિયામાં પીયોંનીયાના ફૂલનું નામ અગ્રેસર છે. પીયોંનીયાના ફૂલને ફૂલની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. પિયોનિયાના ચિત્રને ઘરમાં રાખવાથી પૈસાની કયારે પણ તંગી થતી નથી. પીયોનીયાના ફૂલની તસ્વીર રાખવાથી વિવાહ યોગ કન્યાને મનગમતો પતિ મળે છે.