“ભૂલ ભુલૈયા 2″ની સફળતા માટે ડાયરેક્ટરે કાર્તિક આર્યનને આપી એટલી શાનદાર કાર ભેટમાં કે આખા ભારતમાં કોઈ પાસે નથી આ કાર, જુઓ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ-ભૂલૈયા 2’ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે અને દર્શકોના દિલ પણ જીતી રહી છે. ફિલ્મ પહેલા દિવસથી જ સારો બિઝનેસ કરી રહી હતી. ફિલ્મની સફળતા જોઈને અને કાર્તિક આર્યનના કામથી ખુશ થઈને ‘ભૂલ ભૂલૈયા 2’ના નિર્માતા ભૂષણ કુમારે અભિનેતાને એક અદ્ભુત અને અમૂલ્ય ભેટ આપી છે. ભૂષણ કુમારે કાર્તિકને ભારતની પ્રથમ જીટી, પોશ નારંગી રંગની મેકલેરેન કાર ભેટમાં આપી છે.

ભારતમાં મેકલેરનની આ પ્રથમ ડિલિવરી છે અને પ્રથમ કાર કાર્તિક આર્યનની માલિકીની છે. તમને જણાવી દઈએ કે આ કારની કિંમત 3 કરોડથી વધુ છે. કાર્તિક આર્યન અને ભૂષણ કુમારની તસવીર કાર્તિક આર્યનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત આ તસવીરો સામે આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર્તિક અને ભૂષણ કુમાર બંને કાર સાથે ઉભા છે. નારંગી રંગની આ કાર જોવામાં ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.

ભૂષણ કુમાર અને કાર્તિક આર્યનની જોડી ભૂતકાળમાં એકસાથે લાંબી મજલ કાપી ચૂકી છે. ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી લઈને હાલમાં જ રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા 2’ સુધી આ જોડીએ સાથે હિટ ફિલ્મો આપી છે. હવે આ જોડી ફરી “શહેઝાદા” ફિલ્મ સાથે આવી રહી છે. એટલું જ નહીં, કાર્તિક આર્યન અને ભૂષણ કુમાર આગામી સમયમાં વધુ ફિલ્મોમાં સાથે જોવા મળશે.

ભેટ મળ્યા બાદ કાર્તિક ખુબ જ ખુશ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે ચાઈનીઝ ફૂડ માટે નવું ટેબલ મળ્યું છે. મહેનતનું ફળ મીઠું હોય છે સાંભળ્યું હતું પરંતુ આટલું મોટું હશે એ ખબર નહોતી. દેશની પ્રથમ મેકલેરેન જીટી. નેક્સ્ટ ગિફ્ટ માટે પ્રાઈવેટ જેટ જોઈએ સાહેબ .

મેકલેરેન કારની વાત કરીએ તો તે સ્પોર્ટ્સ કાર છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 3.50 કરોડથી વધુ છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની વાત કરીએ તો સિનેમાઘરોમાં રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત કિયારા અડવાણી, રાજપાલ યાદવ, તબ્બુ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

સોશિયલ મીડિયામાં કાર્તિક આર્યનનો આ કાર સાથેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કાર્તિક કારમાંથી ઉતરી અને જતો જોવા મળી રહ્યો છે, ત્યારે આ દરમિયાન તે પેપરાજીને પોઝ પણ આપતો દેખાય છે. કાર્તિકના ચહેરા ઉપર ખુશી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.

Niraj Patel