લગ્નમાં દુલ્હનને મળ્યું અજીબ પ્રકારનું ગિફ્ટ, જોઈને બધા મુકાઈ ગયા આશ્ચર્યમાં…

વાયરલ વીડિયો : લગ્નમાં દુલ્હનને મળ્યું અજીબ ગિફ્ટ, જોઈને બગડ્યા દુલ્હા…

સોશ્યિલ મીડિયા સાઈટ ઈંસ્ટાગ્રામ પર એક લગ્નનો વિડિયો વાયરલ થયો છે. વિડિયોમાં દુલ્હનને એક એવું ગિફ્ટ મળે છે, જેને જોઈને દુલ્હા અને દુલ્હનથી લઈને બધા હેરાન થયા હતા. તે ગિફ્ટ ખુબ જ અજીબ હતી તેના લીધે વિડિયો ખુબ જ મજેદાર બની ગયો હતો.

લગ્નના પ્રસંગમાં મસ્તી મજાકનો મૂડ બનવો સામાન્ય વાત છે. સોશ્યિલ મીડિયા પર લગ્નના ઘણા બધા વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. તેમાંથી અમુક ફની કાંતો અજીબ હોવાને કારણે ચર્ચાનો વિષય બની જાય છે.

ક્યારેક ક્યારેક દુલ્હા દુલ્હનને લગ્નમાં અજીબ પ્રકારના ગિફ્ટ મળતા હોય છે, જે એ બંને સાથે પરિવારના લોકો અને દોસ્તોને પણ હેરાન કરી દેતા હોય છે. હાલમાં જ ઈંસ્ટાગ્રામમાં કંઈક આવો જ ઇડિયો વાયયરલ થયો છે જેને જોઈને તમે પણ હસ્યા વિના રહી નહિ શકો.

વીડિયોમાં દુલ્હા દુલ્હન સ્ટેજ પર બેઠેલા છે અને તેમની આજુ બાજુ મિત્રો પણ ઉભેલા છે. બધા લોકો ગ્રૂપમાં તસવીર ક્લિક કરાવી રહ્યા છે. ત્યારે જ એક મિત્રએ દુલ્હનને એક ગિફ્ટ આપે છે. તેને ખોલીને જોતા જ દુલ્હનની સાથે દુલ્હા પણ હેરાન થઇ જાય છે. તે ગિફ્ટ જેટલું મજેદાર હતું તેટલું જ અજીબ પણ હતું.

તે જોઈને તમને હસવાનું  પણ આવશે અને થોડું અજીબ પણ લાગશે. દુલ્હનને ગિફ્ટમાં વેલણ અને સાણસી જેવી વસ્તુઓ મળી હતી. આવી ગિફ્ટ જોઈને તો દરેક કોઈ હેરાન થાય જ. કોઈને સમજમાં જ ના આવ્યું કે મિત્રોએ રસોડાનો સમાન આપ્યો છે કે પતિની ધુલાઈ કરવાનો. લોકોને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહયો છે. લગ્નમાં આવી રીતના મસ્તી મજાક વાળા પળો ખુબ પસંદ કરવામાં આવે છે. તેનાથી બધાના મોઢા પર સ્મિત આવે છે. આ મજેદાર વીડિયોમાં પણ કંઈક આવું જ છે.

Patel Meet