અજબગજબ

દીકરાના લગ્નમાં દહેજ ના લઈને સસરાએ વહુને ભેટમાં આપી કાર, સમાજને આપ્યું એક મોટું ઉદાહરણ

સમાજની અંદર ઘણા એવા લગ્નો આપણે જોઈએ છીએ જેમાં દીકરી પક્ષના પરિવારજનો દીકરા પક્ષને ઘણુંય બધું દહેજ આપતા હોય છે, સમાજમાં એવા કિસ્સાઓ પણ ખુબ જ છે જેમાં લગ્નો દહેજના કારણે તૂટી પણ જતા હોય છે, ત્યારે આ બધા વચ્ચે જે એક એવા લગ્ન સામે આવ્યા છે જે સમાજ માટે એક મોટી પ્રેરણા બનીને ઉભર્યા છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના રોલસાબસર ગામની અંદર પોતાના દીકરાના લગ્નમાં એક સસરાએ દહેજ ના લઈને વહુને એક કાર ગિફ્ટ આપીને એક મોટી મિસાલ કાયમ કરી છે. તેમના આ કાર્ય દ્વારા સમાજને પણ એક સારો સંદેશ મળ્યો છે.

જાણકારી પ્રમાણે ફતેહપુર શેખાવાટી ઉપખંડના ગામ ઢાંઢણ નિવાસી અધ્યાપક વિદ્યાધર ભાસ્કરના દીકરા ભાસ્કર રામના લગ્ન ફતેહપુરના ગામ રામગઢ ગુદડવાસના સેવાનિવૃત્ત સુબેદાર રાજપાલ જાખડની દીકરી નીલમ સાથે થયા હતા. વિદ્યાધર ભાસ્કર રોલસાબસર રાજકીય બાલિકા ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષક છે.

ભાસ્કર રામના લગ્ન 4 ફેબ્રુઆરી 2020ના રોજ થયા હતા. તે એક સોફ્ટવેર ઈજનેર છે. તો દુલ્હન નીલમ જયપુરના સુબોધ કોલેજમાં ભૌતિક શાસ્ત્રમાં એમએસસીનો અભ્યાસ કરી રહી છે.

ભાસ્કર રામ અને નીલમના લગ્ન ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નના બીજા દિવસે 5 ફેબ્રુઆરીના રોજ વહુનું મોઢું જોવાના રિવાજની અંદર એક હ્યુન્ડાઇ કાર સસરાએ ભેટમાં આપી હતી. વિદ્યાધરના આ નિર્ણયના કારણે સમાજ અને સમગ્ર જિલ્લાની અંદર તેમની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

તો આ બાબતે નીલમનું કહેવું છે કે સસરા દ્વારા લગ્નની અંદર દહેજ ના લઈને અને પછી મને દીકરી માનીને કાર ભેટમાં આપવાથી કહું અભિભુત છું. આજે દીકરીઓને દહેજમાં કાર આપવી પડે છે ત્યાં જ સસરા દ્વારા વહુને કાર આપવી એક અનોખી પહેલ છે. મને એવું લાગે છે કે લગ્ન બાદ પણ હું પિયરમાં જ રહેતી હોઈશ તેવો અનુભવ થશે. નીલમનું કહેવું છે કે મને બે-બે માતા પિતાના આશીર્વાદ મળ્યા છે.

ભાસ્કર રામ માટે પણ ઘણા બધા સંબંધો આવતા હતા જેમાં દીકરી પક્ષ વાળા લોકો જમીન, કાર, પ્લોટ અને રોકડા રૂપિયા આપવાની વાતો પણ કરતા હતા. પરંતુ વિદ્યાધરે જણાવ્યું હતું કે મેં જે શિક્ષા લીધી છે એ પ્રમાણે હું દહેજ ક્યારેય નહીં લઉં.