ખબર

નાળામાંથી નીકળ્યો ઉંદરનો બાપ, આટલો મોટો ઉંદર જોઈને લોકોની ફાટી ગઈ આંખ

આંખોને વિશ્વાસ નહી થાય…ગટરની સફાઈ કરતા નીકળ્યો આવડો મોટો ઉંદર! જુઓ

વર્ષ 2020ના વર્ષમાં  કંઈક-કંઈક નવું જ જોવા મળ્યું છે. આ વર્ષ એવી વસ્તુ નજરે નથી આવી જે નામુમકીન લાગે, લોકોનું કહેવું છે કે, હવે બસ એલિયન અને જોમ્બિ અટેક જ વધ્યા  છે. મેક્સિકોમાં ભારે વરસાદ પછી એકત્રિત કરવામાં આવેલા 22 ટન કચરામાં લોકોએ એક વિશાળ ઉંદર જોયો હતો.

Image source

આ ઉંદર એટલો મોટો હતો કે લોકો એક વાર પણ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. આ ઉંદર માણસ કરતા મોટો હતો. કોઈકે આ ઉંદરની તસ્વીર લઈને સોશિયલ મીડિયામાં શેર કરી દીધી હતી. પરંતુ થોડા સમય પછી આ ઉંદરની અસલિયત ખુલી ગઈ અને લોકો સમજી ગયા હતા.

Image source

એક વિશાળ ઉંદરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઉંદર માણસ કરતા મોટો હતો. આ જોઈને લોકોની આંખો ફાટી ગઈ હતી. આ રહસ્યમય પ્રાણી મેક્સિકોના ગટરમાંથી મળી આવ્યું હતું. ખરેખર, કેટલાક સમયથી મેક્સિકોમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમ્યાનમાં અચાનક અહીંની મુખ્ય ગટર બ્લોક થઈ ગઈ હતી.

Image source

ગટર જામ થવાની સમસ્યા બાદ સફાઇ કર્મચારીઓએ તેને સાફ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં તેની અંદરથી 22 ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આ કચરાના ઢગલાની અંદર લોકોએ અચાનક એક વિશાળ ઉંદર જોયો હતો.

Image source

આ ઉંદર ઘણો મોટો હતો. તે તોફાન પછી આવેલા વરસાદમાં શહેરના ગટરમાં અટવાઈ ગયો હતો. જ્યારે મેક્સિકોના કામદારોએ તેની સામે જોયું ત્યારે બધાના શ્વાસ અટકી ગયા હતા. આ પછી લોકોએ તેને નજીકથી જોયો હતો.

Image source

અહેવાલ મુજબ સફાઇ કર્મચારીઓની આ સ્થિતિ જોઈને તેની હાલત કથળી હતી.ગભરાઈ ગયેલા આ કામદારોએ તેની નજીક જઈને જોયું હતું. આ પછી તેની અસલિયત સામે આવી હતી.

Image source

ખરેખર, આ ઉંદર વાસ્તવિક ના હતો. આ એક મોટી હેલોવીન પ્રોપ હતી.એટલે કે નકલી ઉંદર હતો. તે તોફાનમાં ગટર સુધી પહોંચી ગયો જેના પછી તે સફાઇ કર્મચારીઓની જાળીમાં ફસાઈ ગયો હતો.

Image source

કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ દરેક લોકો તેને વાસ્તવિક ઉંદર તરીકે જ જોતા હતા. આ જોઈને બધા ડરી ગયા. ઘણાએ લખ્યું હતું કે 2020માં આટલો મોટો ઉંદર જોઈને તેઓને આશ્ચર્ય નથી.

Image source

આ ઉંદરની અસલી માલિકની પણ ઓળખાણ થઇ ગઈ છે. ઇવલીન લોપેજએ જણાવ્યું હતું કે, થોડા વર્ષ પહેલા આવેલા તોફાનમાં તેનો ઉંદર ખોવાઈ ગયો હતો. પરંતુ હવે પાછો મળ્યો છે.