વીડિયો જોઈને ભલભલા ફફડી ઉઠ્યા, જુઓ સુપરમાર્કેટમાં કેવી ધમાલ મચાવી
સોશિયલ મીડિયામાં સામાન્યથી લઈને મોટી મોટી ઘટનાઓના વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં એક એવો જ વીડિયો અને કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં એક દુકાનની અંદર વિશાળકાય ગરોળી ઘુસી જતી જોવા મળી રહી છે.
મળતી માહતી પ્રમાણે આ વીડિયો થઇ લેન્ડનો છે, જેના એક સ્ટોરની અંદર એક વિશાળકાય ગરોળી આવી જાય છે અને તેને જોતા જ લોકો પણ ગભરાઈ જાય છે.
જો કે આ વિશાળકાય ગરોળી કોઈને નુકશાન નથી પહોચવતી અને તે દૂર જ રહેતી નજર આવે છે, વાયરલ વીડિયોની અંદર સામે આવ્યું છે કે તે એક રેક ઉપર ચઢીને બેસી જાય છે.
આ ચોંકવાનરો વીડિયો થાઈલેન્ડના 7 ઇલેવન આઉટલેટનો જણાવવામાં આવી હર્યો છે. જેને મંગળવાર 6 એપ્રિલના રોજ ફેસબુક યુઝર્સ જેજેને નારુમ્પા દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે અને અત્યાર સુધી આ પોસ્ટને 5 હજાર 800 કરતા વધારે લોકોએ રિએક્ટ કર્યું છે, 3 હજાર 900 કરતા વધારે લોકોએ કોમેન્ટ કરી છે અને 18 હજાર લોકોએ શેર પણ કરી છે.
વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વિશાળકાય ગરોળી સ્ટોરમાં રહેલા સમાનથી ભરેલા રેક ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે, અને તે પોતાના પ્રયત્નમાં સફળ પણ રહે છે અને રેકની ઉપર જઈને બેસી જાય છે.
પરંતુ આ દરમિયાન રેક ઉપર રાખવામાં આવેલો મોટાભાગનો સામાન નીચે પડી જાય છે. સ્ટોરમાં હાજર રહેલા ગ્રાહકો બૂમો પડતા પણ નજર આવે છે. આ સંગે ઘટના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જુઓ તમે પણ વીડિયો