ખૂખાંર કિંગ કોબરાને એવી રીતે પકડી રહ્યો છે આ વ્યક્તિ કે જોઇને મોંમાથી ચીસ નીકળી જશે- જુઓ વીડિયો

સાપને જોતા જ ઘણા લોકોની હાલત ખરાબ થઈ જાય છે, પરંતુ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. આ વીડિયો થાઈલેન્ડનો છે. વિડિયોમાં તે ખુલ્લા રસ્તા પર આ લાંબા કિંગ કોબ્રા સાપને કંટ્રોલ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેના ચહેરા પર ડરના કોઈ નિશાન નહોતા. એક વ્યક્તિ સાડા ચાર મીટર લાંબા ખતરનાક કિંગ કોબ્રા સાપને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઝેરીલા સાપને પકડતી વખતે આ વ્યક્તિના ચહેરા પર કોઈ ડર નથી. તેનાથી વિપરિત, તે ઘાતક સાપને ખૂબ જ સરળતાથી માત આપી રહ્યો છે. આ સાપને પકડતી વખતે વ્યક્તિએ સુરક્ષાના કોઈ પગલાં પણ લીધા નથી.

માણસે ન તો હાથમાં મોજા પહેર્યા છે કે ન તો પગમાં બૂટ. રિપોર્ટ અનુસાર, આ ચોંકાવનારી ઘટના થાઈલેન્ડના દક્ષિણ થાઈ પ્રાંતમાં સ્થિત ક્રાબી વિસ્તારની છે. અહીં સ્થાનિક લોકોએ વન અધિકારીઓને જાણ કરી કે તાડના બગીચામાં એક ભયંકર સાપ છે, જે મોટી સેપ્ટિક ટાંકી તરફ જઈ રહ્યો છે. આ ભયાનક કોબ્રાની લંબાઈ લગભગ સાડા ચાર મીટર એટલે કે લગભગ 14 ફૂટ છે. આ કોબ્રાનું વજન લગભગ દસ કિલોગ્રામ છે. આ જીવલેણ કિંગ કોબ્રાને પકડનાર વ્યક્તિનું નામ સુતિ નૈવેદ છે અને તે સ્થાનિક અધિકારીઓના સહયોગથી ચાલતી સંસ્થામાં સ્વયંસેવક તરીકે કામ કરે છે.

40 વર્ષીય નૈવેદ લગભગ 20 મિનિટની મહેનત બાદ આ સાપને પકડવામાં સફળ રહ્યો હતો. તે વ્યૂહાત્મક રીતે આ વિશાળ સાપને પહેલા ખુલ્લા રસ્તા પર લાવ્યો અને પછી તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. આ ભયાનક કોબ્રાને પકડનાર નૈવેદે આ સમગ્ર ઘટનાનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાપ ભાગવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. તે વિવિધ યુક્તિઓ પણ અપનાવી રહ્યો છે. બે વાર તેણે તેનું જડબું ખોલીને નૈવેદને કરડવાની કોશિશ પણ કરી, અધિકારીઓના જણાવ્યા અનુસાર સાપને પકડીને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. આ સાપ કદાચ તેના સાથીની શોધમાં હતો.

Shah Jina