રસોઈ

ઘર પર જ આ રીતે બનાવો રોટી પીઝા, એકદમ આસાન છે રેસિપી….મજા આવી જશે

આજે અમે તમારા માટે રોટી પિઝા ની રેસિપી લઈને આવ્યા છીએ. તે ખાવાંમાં ખુબ જ સ્વાદિષ્ટ અને બનાવામાં પણ ખુબ જ આસાન છે. જો બાળકો રોટલી ખાવામાં આનાકાની કરે તો તમે રોટી પીઝા બનાવીને પણ તેને ખવળાવી શકો છો. તેને બનાવામાં વધુ સમય નહીં લાગે, આવો તો જાણીએ તેને બનાવાની રેસિપી…સામગ્રી:

માખણ-1/2 ટી સ્પૂન, રોટલી-1, પીઝા સોસ-4 ટી સ્પૂન, શિમલા મિર્ચ-1/2, ડુંગળી-1/2, જાલપેનો-6 સ્લાઈસ, મોઝરિલા ચીઝ-1/2 કપ, જૈતૂન-10 ટુકડા, ચીલી ફ્લેક્સ-1/4 ટી સ્પૂન, મિક્સ હર્બ્સ-1/4 ટી સ્પૂન.

બનાવાની રીત:

1. સૌથી પહેલા તવા પર માખણ ગરમ કરીને તેના પર રોટલી હલકી ગરમ કરો.

2. પછી ગેસ બંધ કરીને તેના પર પીઝા સોસ લગાવ.

3. પછી તેના પર શિમલા મિર્ચ, ડુંગળી, જાલપેનો અને જૈતૂનના ટુકડા રાખો.

4. હવે તેના પર મોઝરિલા ચીઝ ફેલાવો.

5. હવે તેના પછી તેના પર ચીલી ફ્લેક્સ અને મિક્સ્ડ હર્બ્સ છાંટો.

6. હવે તેને કવર કરીને 3 મિનિટ સુધી પકાવો અને પછી જ્યા સુધિ ચીઝ મેલ્ટ ન થઇ જાય ત્યાં સુધી તેને પકાવતા રહો.
7. લો તૈયાર છે તમારા રોટી પીઝા, હવે તેના સ્લાઈસ કરીને સર્વ કરો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ