ઘરની અંદર બે કુતરા ભસી રહ્યા હતા અને અચાનક આવી ગયું ભૂત, આખી ઘટના CCTVમાં થઇ ગઈ કેદ, જુઓ ભૂતે કુતરા સાથે શું કર્યું…

CCTV ફુટેજમાં કેદ થયું ભૂત? શેર કર્યો વીડિયો તો છૂટી ગયા લોકોના પરસેવા

ઘણા લોકો ભૂત પ્રેતની અંદર વિશ્વાસ નથી કરતા, પરંતુ ઘણીવાર એવી હકીકત સાથે જ્યારે આવા લોકો રૂબરૂ થાય છે ત્યારે તેમને પણ આવી વાતો ઉપર વિશ્વાસ આવી જતો હોય છે. સોશિયલ મીડિયામાં પણ ભૂતના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ ભૂતનો એક  વીડિયો ઇન્ટરનેટ ઉપર લોકોને હેરાન કરી રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બે પાલતુ કુતરાઓ ખુબ જ ભસી રહ્યા છે. ત્યારે જ ભૂત દેખાય છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જયારે આ કુતરાની માલકીન આ વીડિયોને ફરીવાર જોઈ રહી હતી ત્યારે તેમને કંઈક અજુક્તું લાગ્યું. તેમને ભૂત હોવાનો અહેસાસ થયો અને તેમને આ વીડિયોને ઇન્ટરનેટ ઉપર પોસ્ટ કરી દીધો.

વીડિયોની અંદર તેમને કાળા રંગના કુતરાને ધ્યાનથી જોવાનું કહ્યું,  તેને લખ્યું કે, “શરૂઆતમાં જોરથી ભસવા માટે માફ કરજો. મારા કાળા કુતરાને ધ્યાનથી જુઓ. ભૂત તેનો કોલર પકડીને તેને પાંજરામાં નાખી દે છે.” આ વીડિયોની શરૂઆતમાં બંને કુતરા એક બીજા ઉપર જોર જોરથી ભસવા લાગે છે. બંને અલગ અલગ પાંજરામાં છે અને સતત ભસી રહ્યા છે.

વીડિયો ચાલુ થવાની 25 સેકેંડ સુધી આ ભસવાનું ચાલુ જ રહે છે. ત્યારે જ અચાનક બંને એકદમ શાંત થઇ જાય છે અને થોડીવાર બાદ એકદમ શાંત રીતે ઉભા થઇ જાય છે. ત્યારે જ જમણી બાજુ બંધાયેલ કાળું કૂતરું કંઈક ગણગણે છે અને પાછું પોતાના પાંજરામાં આવી જાય છે, ત્યારે જ તેનો કોલર અચાનક ઊંચકાય છે અને તે નીચે પડી જાય છે.

આ ફૂટેજના આધારે તેને લાગી રહ્યું છે કે તેના ઘરમાં ક્યાંકને ક્યાંક ભૂત રહેલું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થયા બાદ ઘણા લોકો તેમની હામાં હા પણ મેળવી રહ્યા છે, તો ઘણા લોકોને આ વીડિયો જોઈને વિશ્વાસ નથી આવી રહ્યો કે ખરેખર અંદર ભૂત છે કે આ વીડિયો બનાવટી છે કે પછી સાચો છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ ઉપર આ વીડિયો અત્યાર સુધી શેર થઇ ગયો છે.

Niraj Patel