અજબગજબ

CCTVમાં કેદ થયું લાઈવ ‘ભુતિયા ટ્રેન’, જોતા જ રેલવે તંત્ર દોડતું થયું, 12 વર્ષમાં પહેલી વાર થયું- જાણો વિગત

આજે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે,લોકો ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છે. પરંતુ છતાં પણ લોકો અંધ વિશ્વાસ અને ભૂત-પ્રેતના ચક્કરમાંથીનથી છૂટી શકતા. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને કોઈ ‘ભૂતિયા ટ્રેન’ બતાવી રહ્યો છે તો ઘણા લોકો સીસીટીવીમાં ખરાબી બતાવી રહ્યા છે. આ વિડીયો લગભગ દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે. પરંતુ આ સમયે તેની ખુબ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વીડિયોને અપલોડ કર્યા બાદ દોઢ વર્ષ બાદ તેની ચર્ચા શરૂ થાય તે કહેવું મુશ્કેલ છે.

બતાવવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ચીનના કોઈ રેલવેસ્ટેશનનો ફૂટેજ છે. જેમાં પ્લેટફોર્મ પર કોઈ અદ્રશ્ય ટ્રેન આવીને રોકાઈ છે અને ફરીથી ચાલી જાય છે.

યુ ટ્યુબ પર વિડીયો શેર કરતા લખ્યું હતું કે. આ વિડીયો ફૂટેજ મને વર્ણન સાથે મોકલવામાં આવ્યું છે. આ વિડીયો 10 માર્ચ 2018નો છે. જયારે સ્ટેશનના સિક્યોરિટી સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા. તે સમયે તેને આ ભૂતિયા ટ્રેન જોવા મળી હતી. તેમાં જોઈ શકાય છે કે. એક અદ્રશ્ય ટ્રેન આવે છે, પ્લેટફોર્મપર થોડી સેકન્ડ માટે રોકાય છે ત્યરબાદ ફરીથી રવાના થઇ જાય છે. આ વીડિયો છેલ્લા 12 વર્ષથી અહીં કામ કરતા કર્મચારીએ પહેલીવાર જોયો છે.
ગુજ્જુરોકસ આ વીડિયોની સત્યતાને પુષ્ટિ કરતું નથી. બની શકે કે આ વિડીયો એડિટિંગ હોય, જે લોકોને ડરાવવા માટે બનાવ્યો હોય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.