દુનિયામાં એવા ઘણા રહસ્યો હોય છે જે જાણવા બધા જ લોકો આતુર હોય છે. આવું જ એક રહસ્ય છે સાઇપ્રસ દેશનું વરોશા શહેર. જે કયારે આબાદ થયો હતો. પરંતુ હવે આ શહેર વેરાન પડયા છે.

વરોશા શહેર દુનિયાના સૌથી મોટું ઘોસ્ટ ટાઉન તરીકે માનવામાં આવે છે. ઊંચી ઇમારતો તો બની છે પરંતુ અહીં રહેનારું કોઈ નથી. આ શહેરમાં હોટેલ, રેજીડેંશિયલ ઇમારતોથી લઈને બાર અને રેસ્ટોરન્ટ ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

ફામગસ્તા પ્રાંતના વરોશામાં નાના વિસ્તારને બાદ કરતાં અહીંના મોટાભાગના દરિયાકિનારા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ફેન્સીંગમાં કેદ કરાયેલા શહેરમાં પ્રવેશ કરવો તે ખૂબ દૂર છે, જો કોઈ બહારથી કોઈ ફોટો લેવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે.

મીડિયા અહેવાલો અનુસાર, 45 વર્ષ પહેલાં આ શહેરની વસ્તી 40,000 ની આસપાસ હતી, પરંતુ 1974માં એક ડરને કારણે આખું શહેર રાતોરાત ખાલી કરાવ્યું હતું. આ શહેરને અડીને આવેલા બાકીના શહેરો દિવસ-રાત જીવે છે, પરંતુ તે સંપૂર્ણ નિર્જન છે.

હકીકતમાં, જુલાઈ 1974માં તુર્કી સૈન્યએ ગ્રીક રાષ્ટ્રવાદીઓની બળવાના વિરોધમાં સાયપ્રસ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ નરસંહારના ડરને કારણે એક જ રાતમાં આખું શહેર ખાલી કરાવ્યું હતું અને અહીં રહેતા લોકોએ નજીકના શહેરોમાં વસવાટ કર્યો હતો.

તુર્કીના હુમલાને કારણે સાયપ્રસ 2 હિસ્સામાં વેચાઈ ગયા હતા. વરોશા શહેર હાલમાં તુર્કી સૈન્યના કબજા હેઠળ છે. અહીં ફક્ત તુર્કીની ટિમ જ પેટ્રોલિંગમાં આવી શકે છે. આ સિવાય અહીં કોઈને પણ આવવાની છૂટ નથી. અહીંનો ઇતિહાસ જાણવા માટે વિધાર્થીઓ ઓફિશિયલ પરમિશન લઈને આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.