કેમરામાં કેદ થઇ ગઈ આત્મા ? કપલને ભૂતિયા ગુફામાંથી બહાર જવાનો આપ્યો આદેશ, આ વ્યક્તિએ કેમેરામાં આત્મા કેદ કરવાનો કર્યો દાવો

વીડિયો જોઈને લોકોની રાડ ફાટી ગઈ: ૩૦૦ વર્ષ જૂની ગુફામાં કપલ કરી રહ્યું સંશોધન, અચાનક આ આકૃતિ આવી સામે અને આપ્યો આ આદેશ

ઘણા લોકો એવા હોય છે જે ભૂત પ્રેતની અંદર વિશ્વાસ નથી કરતા હોતા, પરંતુ ઘણા લોકોએ ભૂત પ્રેતનો સામનો કર્યો હોય છે અને તે લોકો બરાબર જાણે છે કે આત્મા હોય છે. દુનિયાની અંદર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ આત્મા હોવાની સાબિતીઓ મળતી આવે છે. સોશિયલ મીડિયામાં પણ ભૂત પ્રેતને લઈને ઘણા વીડિયો જોવા મળે છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેમેરાની અંદર આત્મા કેદ થયેલો જોઈ શકાય છે.

ટોની અને બેથ ફર્ગ્યુસન પેરાનોર્મલ એક્ટિવિટીઝ ઉપર રિસર્ચ કરે છે. હાલમાં જ તેમને પોતાના ભૂતિયા એન્કાઉન્ટરની સ્ટોરી શેર કરી છે. ટોની અને બેથ ફર્ગ્યુસન પોતાના કામ માટે મોટાભાગે કાહ્ન્દર જેવી જગ્યાઓનું નિરીક્ષણ કરવા માટે જાય છે.

અંગ્રેજી અખબાર મિરરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે થોડા સમય પહેલા ફર્ગ્યુસન કપલ 300 વર્ષ જૂની એક ગુફાને જોવા માટે ગયા હતા. ત્યાં તેમની સાથે કેટલીક અજીબો ગરીબ ઘટનાઓ ઘટી, જેના બાદ તે જરૂરી માહિતી એકત્ર કરી અને ત્યાંથી પાછા આવી ગયા.

આ કપલનું માનીએ તો આ ગુફાની પાસે રહેલી એક આત્માએ તેને તે જગ્યાએથી દૂર રહેવાનો આદેશ આપ્યો. આ વાતથી તેમને થોડી હેરાની પણ થઇ. આવું તેમની સાથે પહેલીવાર થયું હતું. પોતાની હોરર સ્ટોરી સંભળાવતા ફર્ગ્યુસન કપલે આત્માની સાથે થયેલા ડરામણા એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે. જો કે આ આત્માએ તેમને કોઈ પણ રીતે હેરાન કર્યા નહોતા.

ત્યાંથી તે બંને પાછા આવી ગયા, પરંતુ તેમને અંદાજ નોહોતો કે કેમરામાં ભૂત પણ કેદ થઇ ગયું છે. ઘરે જઈને જયારે તેમને કેમરાની ફૂટેજ જોઈ ત્યારે જોઈને તે પણ હેરાન રહી ગયા. ટોની અને બેથ ફર્ગ્યુસન આ પ્રકારના ઓપરેશનમાં પોતાનો કેમરો હંમેશા ઓન રાખે છે, જેના કારણે આવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જાય છે.

Niraj Patel