જ્યોતિષ શાસ્ત્ર

ઘરના આ ખૂણામાં ચૂપચાપ લટકાવી દો ઘોડાની નાળ, ક્યારેય નહી જોવી પડે ગરીબી..!!

ઘરની સુખ-શાંતિ અને ઘરની આર્થિક પરિસ્થિતી માટે લોકો સમયે સમયે જ્યોતિષની આપેલી સલાહને અનુસરે છે. તેમના દ્વારા જણાવવામાં ઉપાયો પણ અજમાવે છે પરંતુ ક્યારેક તેનું ફળ નથી મળતું. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે કે તેના ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો વાસ ન થાય. શહેરના જ્યોતિષ જણાવે છે કે ઘરમાં સકારાત્મક ઊર્જાના વાસથી એવું નથી કે માત્ર ધન સંપતિ જ વધે છે પરંતુ સાથે સાથે પરિવારની પણ પ્રગતિ થાય છે અને એકદમ ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.

આપણા જ્યોતિષમાં કાળા ઘોડાની નાળને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે કાળા ઘોડાની નાળના પ્રયોગથી અસંભવ થઇ જાય છે. આ રીતે જ્યોતિષમાં શનિની દશા કે સાડા સાતી થવા પર પણ પ્રયોગ કરવામાં આવે છે. એમ તો કોઈ પણ ઘોડાની નાળ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તમે પણ તમારા ઘરમાં એકદમ શાંતિ અને સુખ સંપતિ ઇચ્છતા હોય તો તમે પણ એકવાર આ ઘોડાની નાળનો પ્રયોગ અજમાવીને જોઈ લો. પછી જોવો તેની અસર. કેવી રીતે ઘરમાં ઘોડાની નાળ સુખ સંપતિનો વધારો કરે છે તે,

Image Source

આવી હોય છે કાળા ઘોડાની નાળ –
કાળા ઘોડાની નાળ અંગ્રેજીના ‘યુ’ આકાર જેવી દેખાવમાં હોય છે. અને તે લોખંડની બનેલી હોય છે અને તેનું મુખ્ય કાર્ય સુરક્ષા પ્રદાન કરવાનું છે. સાથે સાથે એવું પણ કહેવામા આવે છે કે જેવી ઘોડાની નાળ ઘોડાના પગની સુરક્ષા કરે છે એવી જ રીતે તે આપણાં ઘરની પણ સુરક્ષા કરે છે. અને આ જ કારણે તેને આપણાં ઘરમાં લગાવવાથી તે નકારાત્મક શક્તિને આપણાં ઘરથી બચાવીને રાખે છે.

ઘોડાની નાળથી તિજોરી રહેશે ભરેલી –

Image Source

કોઈપણ જગ્યાએ ઘોડાની નાળ એકદમ સરળતાથી મળી જશે. તમે ઈચ્છો તો તેને લુહાર પાસે બનાવડાવી પણ શકો છો. ઘોડાની નાળને ઘરમાં લાવ્યા પછી સૌથી પહેલા સૂર્યોદય સમયે તમે સ્નાન કરી લો. એ પછી ઘોડાની નાળને ગંગાજળથી ધોઈને પવિત્ર કરો. હવે જેવો સૂર્યાસ્ત થાય એ સમયે ઘોડાની નાળને લઈને એવી જગ્યાએ ઊભા રહો જ્યાં સીધા સૂર્યના કિરણો ઘોડાની નાળ ઉપર જ પડે. જ્યાં સુધી ઘોડાની નાળ પૂરી રીતે સુકાઈ નથી જતી ત્યાં સુધી તમે એમ જ ઊભા રહો. આંખ બંધ કરો અને સૂર્યદેવને યાદ કરો, આમ સકારાત્મક ઉર્જા નાળમાં ભરો.

ઘરના આ ખૂણામાં લટકાવો નાળ –

Image Source

ઘોડાની નાળ સૂકાઈ જાય પછી તેને માતા લક્ષ્મીજીની સામે મૂકો અને તેની પૂજા કરો કંકુ ચોખા વડે. પછી માતા લક્ષ્મીજીની આરતી ઉતારો અને પહેલા માતા લક્ષ્મીને આરતી આપો અને પછી ઘોડાની નાળને.

હવે આ નાળને કાળા દોરાથી બાંધી લો અને પછી તેને ઉતર દિશામાં લટકાવી દો. આ પ્રયોગથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહેશે અને આર્થિક રીતે સ્થિતી મજબૂત થશે.

પહેરો લોખંડની વીંટી –

Image Source

ઘોડાની નાળના પ્ર્યોગને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. અને તેનાથી શનીદેવ પણ ખૂબ જ પ્રસન્ન રહે છે, સાથે સાથે લોખંડની વીંટી પહેરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને હાથની વચ્ચેની અને સૌથી મોટી આંગળીમાં પહેરવાથી શનિદેવની કૃપા બની રહેશે અને સાથે સાથે તમારી ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિથી રક્ષા થશે અને ક્યારેય કોઇની ખરાબ નજરના શિકાર નહી બનો. આ પ્રયોગથી ઘરમાં સુખ શાંતિ અને સંપતિ પણ બની રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.