7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો, વાંચો આજે ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા

0

સોમનાથની ગાથા તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું કોઈ ઘેલા સોમનાથની ગાથા જાણે છે? ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિલોમીટર દૂર ઘેલો નદીના કિનારે આવેલા શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે આજે આપણે અહીં વાત કરીશું.

આ મંદિરનો ઇતિહાસ લગભગ 15મી સદી 1457માં વર્ષનો છે, જ્યારે શિવલિંગનું રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો અને તેની યાદમાં આ મંદિરનું નામ પડ્યું ઘેલા સોમનાથ.

એ સમયે પ્રભાસપાટમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટવા માટે અને મંદિરને નષ્ટ કરવા માટે મહમદ ગઝનીએ ઘણીવાર હુમલાઓ કર્યા હતા, પરંતુ એ દરેક વખતે નિષ્ફળ રહ્યો હતો. એ સમયે જૂનાગઢમાં કુંવર મહિપાલના દીકરી મીનળદેવી હતા. તેમને ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા હતી. અને તેમને મુસ્લિમ રાજાઓથી શિવલિંગને બચાવવા માટે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને તેઓ ત્યાંજ શિવલિંગની પૂજા કરતા હતા.વર્ષ 1457માં સોમનાથ પર આક્રમણ થયું, અને તેમને મીનળદેવીને સપનામાં આવીને કહ્યું હતું કે શિવલિંગને પાલખીમાં લઇ જાવ. બીજી મહમદ જાફરને પણ જાણ થઇ કે શિલિંગ ભૂગર્ભમાં છે, અને તરત જ તેને આક્રમણ કર્યું હતું. જેથી મીનળદેવી અને ઘેલો વાણિયો શિવની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા. તેઓ જયારે પાલખી લઈને દૂર પહોંચી ગયા ત્યારે છેક મહમદ જાફરને ખબર પડી કે શિવલિંગ સોમનાથમાં નથી રહ્યું, અને તેને પોતાનું સૈન્ય શિવજીની પાલખી પાછળ દોડાવ્યું.

રસ્તામાં આવતા ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવિંગ બચાવવા માટે સૈન્ય સામે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું, અને આ રીતે અહીં શિવલિંગની સ્થાપના થઇ.આ મંદિરની સામેના જ ડુંગર પર મીનળદેવીએ સમાધિ લીધી હતી. ત્યાં હાલ મીનળદેવનું મંદિર પણ છે.આ યુદ્ધમાં ઘેલા વાણિયાનું માથું કપાઈ ગયું હતું, તેમ છતાં તેનું ધડ સાત દિવસ સુધી દુશ્મનોને લડત આપતું રહ્યું હતું.આ યુદ્ધમાં શિવલિંગના રક્ષણ માટે ઘણા લોકો માર્યા ગયા હતા.

યુદ્ધમાં જ્યારે મહમદ જાફર શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગને ખંડિત કરવાનું વિચાર્યું, પણ શિવલિંગ પર તલવાર મારતા જ શિવલિંગમાંથી ભમરા નીકળતા હતા જેને મહમદ જફરને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું.
ઘેલા વાણિયાનું માથું કપાઈ ગયું હોવા છતાં એનું ધડ શિવલિંગની રક્ષા કાજે જાફરના સૈન્ય સામે લાદ્યું હતું, જેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું, અને આ નદીનું નામ પણ ઘેલો રાખવામાં આવ્યું. આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયાં હતાં.લોકશાહી પહેલા આ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી થતો અને હાલ રાજકોટ જિલ્લા કલેકટરની જવાબદારી છે. અહીં દર્શને આવતા ભક્તો માટે રહેવા માટેની સગવડ પણ છે અને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ લાગે છે. ભક્તિ અહીં બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે.

સરકાર અને ભક્તિ તરફથી અહીં આખું વર્ષ અન્નક્ષેત્ર પણ ચાલે છે. શ્રાવણ મહિનામાં અહી લોકમેળો ભરાય છે, અને ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના મહાદેવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે.અહીં એક લોક વાયકા પણ છે કે જ્યારે ઘેલા સોમનાથ મહાદેવની આરતી ચાલતી હોય ત્યારે મીનળદેવીની આરતી પણ કરવી પડે છે, જો મીનળદેવીના મંદિર તરફ આરતીનું ધુપેલિયું ન કરવામાં આવે તો એ આરતીનું ફળ મળતું નથી. અને જો તમે ઘેલા સોમનાથના દર્શન કરો અને મીનળદેવીના દર્શન ન કરો તો પણ તમારી યાત્રા અધૂરી ગણાય છે.

અહીં મહાદેવના દર્શન ગર્ભગૃહમાં જઈને કરવા હોય તો ભક્તે ફરજીયાત ધોતી પણ પહેરવી પડે છે, અને જો જળ અભિષેક કરવો હોય તો શુદ્ધ પાણી પણ રાખવા આવે છે. જેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રસાદ માટે પણ હોઈ ચાર્જ લેવામાં નથી આવતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here