‘તુ તો ચાલુ મહિલા છે’ કહેવા પર 4 વર્ષથી લિવ ઇનમાં બોયફ્રેન્ડ સાથે રહી રહેલી મહિલાએ પ્રેમીની ભૂંડી હાલત કરી, પોલીસે ઝડપી લીધી

પ્રેમી બોલ્યો- ‘પતિની ના થઇ મારી શું થઇશ’, ‘તુ તો ચાલુ મહિલા છે’  આ સાંભળતા જ પ્રેમિકાએ ખતરનાક કાંડ કર્યો, પોલીસે સૂટકેસ ખોલતા જ હચમચી ઉઠી

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે. હાલમાં એક પ્રેમિકાએ તેના પ્રેમીનું ગળું કાપીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, 4 વર્ષથી લિવ-ઈનમાં રહેતી ગર્લફ્રેન્ડને તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ પ્રેમિકાએ અસ્તરા વડે પ્રેમીનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા બાદ લાશને ફ્લેટમાં 24 કલાક સુધી છુપાવીને રાખવામાં આવી હતી. મહિલા લાશને સૂટકેસમાં ભરી તેનો નિકાલ કરવા જઈ રહી હતી ત્યારે પોલીસે તેને પકડી લીધી.

ઘટના વિશે માહિતી આપતા ગાઝિયાબાદ પોલીસે કહ્યું, ‘આરોપી મહિલાનું નામ પ્રીતિ છે. તેના લગ્ન દીપક યાદવ સાથે થયા હતા. પરંતુ વિવાદ બાદ પ્રીતિએ તેના પતિને છોડી દીધો હતો. લગભગ 4 વર્ષથી પ્રીતિ ફિરોઝ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી. ફિરોઝ સંભલનો રહેવાસી હતો. બંને ગાઝિયાબાદના ટીલા મોર વિસ્તારના તુલસી નિકેતનના ફ્લેટમાં રહેતા હતા. 6 ઓગસ્ટના રોજ શનિવારે મોડી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પ્રીતિએ ફિરોઝની હત્યા કરી નાખી હતી. પ્રીતિએ આ હત્યા કરવા માટે અસ્તરાનો ઉપયોગ કર્યો હતો. તેણે ફિરોઝની ગરદન પર ઘા મારી તેની હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ફિરોઝ દિલ્હીમાં હેર ડ્રેસિંગનું કામ કરતો હતો. તેણે પોતાનો અસ્તરો ઘરમાં રાખ્યો હતો. પ્રીતિએ હત્યા માટે એનો જ ઉપયોગ કર્યો હતો. આજતકના રીપોર્ટ અનુસાર, ધરપકડ બાદ પ્રીતિએ પોલીસની પૂછપરછ દરમિયાન કહ્યું, ‘હું વધુ સમય સુધી લિવ-ઈનમાં રહેવા માંગતી ન હતી. ફિરોઝને વારંવાર લગ્ન કરવાનું કહેતી હતી. શનિવારે રાત્રે પણ આ જ મુદ્દે ઝઘડો થયો હતો. ફિરોઝે મને કહ્યું કે તું તો ચાલુ મહિલા છે, જો તું તારા પતિની ના થઇ તો મારી શું થઇશ. મને આ વાતનો ગુસ્સો આવ્યો. ઘરની અંદર રાખેલા અસ્તરા વડે તેણે ફિરોઝનું ગળું કાપી દીધુ.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ પ્રીતિ બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટ રવિવારના રોજ ગાઝિયાબાદના સીલમપુર વિસ્તારના બજારમાં ગઈ હતી. અહીં તેણે મોટી સાઇઝની સૂટકેસ ખરીદી અને ઘરે આવીને તેણે લાશને સૂટકેસમાં રાખી દીધી. ગાઝિયાબાદના એસએસપીએ જણાવ્યું કે, “આરોપી મહિલા રવિવારે રાત્રે લગભગ 3.30 વાગ્યે સૂટકેસ ખેંચીને તેના ફ્લેટમાંથી નીચે આવી હતી. જ્યારે તે ઓટોની રાહ જોઈ રહી હતી,

ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની એક પેટ્રોલિંગ ટીમ ત્યાંથી બહાર આવી હતી. અચાનક પોલીસને જોઈને તે ડરી ગઈ. તેના હાથમાંથી સૂટકેસ પડી ગઈ. મહિલાને જોઈને પોલીસને શંકા ગઈ. જ્યારે પોલીસકર્મીઓએ સૂટકેસ ખોલી તો તેની અંદરથી લાશ મળી આવી હતી. મૃતક ફિરોઝના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી અને પ્રીતિની ધરપકડ પણ કરવામાં આવી.

Shah Jina