બે બાળકોની માતાએ ઉઠાવ્યુ ખૌફનાક પગલુ, 40 દિવસ પહેલા થયો હતો દીકરીનો જન્મ, સમગ્ર ઘટના જાણીને ધ્રુજારી ઉપડી જશે

પત્નીએ ઉઠાવ્યુ ખૌફનાક પગલુ: ઘરની અંદરનો નજારો જોઈને જ લોકોની આંખો અંજાઈ ગઈ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના લોની વિસ્તારમાં એક 25 વર્ષિય મહિલાએ તેના બે બાળકોની હત્યા કરી અને બાદમાં ફાંસી લગાવી પોતે પણ આત્હત્યા કરી લીધી. પોલિસ આ મામલે તપાસમાં જોડાઇ ગઇ છે. પોલિસને પરિવારજનોએ જણાવ્યુ કે, લોની વિસ્તારની ઉત્તરાંચલ કોલોનીમાં રહેનારી 25 વર્ષિય પ્રિયા દહિયાએ 18 જુલાઇના રોજ સાંજે પહેલા બે બાળકોની ગળુ દબાવીને હત્યા કરી દીધી અને તે બાદ તેણે પોતે પણ પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી.

ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને ત્રણેયને દિલ્લીની જીટીબી હોસ્પિટલ પહોંચાડ્યા. જયાં ડોક્ટરોએ બધાને મૃત ઘોષિત કરી દીધા. હેરાનીની વાત તો એ છે કે આ ઘટનાની જાણકારી તેના પતિએ પોલિસને આપી ન હતી.

મહિલાના આ દર્દનાક અને ખૌફનાક પગલાથી બધા હેરાન છે. ઘરમાં પતિ-પત્ની અને બાળકો જ રહેતા હતા. એવામાં ચર્ચા છે કે આખરે પ્રિયાએ બે માસૂમ બાળકોનો જીવ લઇ કેમ પોતે પણ આત્મહત્યા કરી. પ્રિયાના આ પગલા પાછળનું કારણ હાલ સ્પષ્ટ નથી.

પ્રિયાના પિયરવાળાએ તેના પતિ પર હત્યાનો આરો લગાવ્યો છે. પોલિસ પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઇ રહી છે. એપ્રિલ 2014માં પ્રિયાએ પરિવારની મરજી વિરૂદ્ધ અરવિંદ સાથે લવ મેરેજ કર્યા હતા. જે બાદ પરિવારજનોએ દીકરી સાથે સંબંધ તોડી દીધા હતા. ત્રણ વર્ષ પહેલા પ્રિયા તેની બહેનને મળવા ગઇ હતી, તેણે જણાવ્યુ કે તેના પતિના કોઇ બીજી મહિલા સાથે સંબંધ છે અને અવાર નવાર તે દહેજ લાવવાની માંગ પણ કરે છે.

Shah Jina