સાથે જન્મ્યા અને સાથે જ દુનિયાને કહ્યુ અલવિદા, 225 ફૂટ ઉપરથી પડ્યા બે જુડવા ભાઇઓ

અરેરાટી ભરી ઘટના…14 વર્ષનાં બે જોડિયા ભાઈઓ 25મા માળેથી નીચે પડ્યા, મધરાતે દોઢ વાગે બાલ્કનીમાં કેમ

ઘણીવાર દેશમાંથી એવી ઘટના સામે આવતી હોય છે, જે કાળજુ કંપાવનારી હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમાં બે જુડવા ભાઇઓની એક સાથે જ મોત થઇ ગઇ. બંને ભાઇઓ ઘરની બાલકનીમાંથી પડી ગયા, તેઓ 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા હતા, જેના કારણે તેમની મોત થઇ ગઇ હતી. ઘટનાની સૂચના મળતા જ પહોંચેલી પોલિસે બંનેની લાશ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલિસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના 16-17 ઓક્ટોબરની મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યા આસપાસ બની હતી.

આ ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં એક સોસાયટીના 25માં માળથી પડી બે જુડવા બાળકોની મોત થઇ ગઇ. વિજયનગર થાના ક્ષેત્રના સિદ્ધાર્થ વિહારમાં પ્રતીક ગ્રાંડ સોસાયટીના 25માં માળે પરલી નારાયણ તેમની પત્ની રાધા અને બે બાળકો સાથે રહે છે.  તેઓ મૂળરૂપે ચેન્નાઇના રહેવાસી છે. પરલી નારાયણના લગ્ન 18 વર્ષ પહેલા થયા  હતા. તેમને 16 વર્ષની મોટી દીકરી છે. તેમને બે જુડવા દીકરા સૂર્ય અને સત્ય નારાયણ છે. પરલી નારાયણ પ્રોટિમાા કંપનીમાં મુખ્ય પ્રશાસનિક અધિકારી છે. તે કંપનીના કામથી 12 દિવસ પહેલા જ મુંબઇ ગયા હતા.

પોલિસ તપાસ અનુસાર આ દુર્ઘટના જયારે બની ત્યારે તે બાળકોની માતા પણ ઘરે હતી અને બીજા રૂમમાં બહેન પણ હતી. રાત્રે માતા 12 વાગ્યા આસપાસ સૂવા ચાલી ગઇ હતી. તે બાદ શું થયુ, કેવી રીતે બંને ભાઇ રેલિંગ બાજુ પહોંચ્યા અને પછી આ દુર્ઘટના થઇ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલિસે આ બનાવને લઇને મૃતકની માતા સાથે પૂછપરછ કરી છે. માતા અને બહેનનું ફરીથી નિવેદન લેવામાં આવશે. મોબાઇલ ફોન પણ તપાસવામાં આવશે. હાલ તો લાશને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે બંને ભાઇઓ 14 વર્ષના હતા અને 9માં ધોરણમાં અભ્યાસ કરતા હતા.

પોલીસે જણાવ્યું કે સત્ય અને સૂર્ય રાત્રે જમ્યા બાદ તેમના ફ્લેટની બાલ્કનીમાં ગયા હતા. 11:30 વાગ્યે, માતાએ મોબાઇલ ફોન પર રમતા જોયા અને સૂવા માટે કહ્યું. માતાની વાત સાંભળ્યા પછી બંને ભાઈઓ રૂમમાં ગયા. તે બાદ જલ્દી માતા સૂઈ ગઈ, સત્ય અને સૂર્ય રૂમની બહાર ફરી બાલ્કનીમાં ગયા. માતાએ 1 વાગ્યાની આસપાસ આંખો ખોલી ત્યારે બંને ભાઈઓ ગાયબ હતા. તેમણે સ્ટડી રૂમમાં જોયું તો બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો.માતાએ રેલિંગ પરથી નીચે જોયું તો ત્યાં ઘણી ભીડ હતી. આ પછી તે દોડતી લિફ્ટમાંથી નીચે આવી અને જોયું કે સત્ય અને સૂર્ય લોહીથી લથબથ હાલતમાં પડ્યા છે.

પાડોશીએ પોલિસને જણાવ્યુ કે, રાતના સમયે અચાનક જોરથી અવાજ આવ્યો. ખબર ના પડી શુ થયુ. તે સમયે તેઓ સૂતેલા હતા. ત્યારે થોડી વાર બાદ  ખબર પડી કે પાડોશના જુડવા બાળકો બાલકનીથી પડી ગયા. પાડોશીઓએ જણાવ્યુ કે, તે બંને એક સાથે સ્કૂલ-ટયૂશન જતા હતા, તેઓએ એક સાથે જ જન્મ  લીધો હતો અને હવે બંનેની મોત પણ એક સાથે જ થઇ છે.

Shah Jina