ભારતીય વિદ્યાર્થીનું કેનેડાના ટોરંટોમાં આ રીતે દર્દનાક હત્યા, દીકરાના મોતની ખબર મળતા જ પરિવાર ધ્રુજી ઉઠ્યો

કેનેડા જતા પહેલા ચેતી જજો: ભારતીય માસુમ વિદ્યાર્થીઓનું થયું દર્દનાક મૃત્યુ – સમગ્ર ઘટના જાણીને હૈયું ધ્રુજી જશે

છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીના મોત થવાના અથવા કોઇ ભારતીયની હત્યા કરી દેવાના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક આવો મામલો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય વિદ્યાર્થીનું કેનેડાના ટોરંટોમાં ગોળી વાગવાને કારણે મોત થયુ છે. ગાઝિયાબાદના એક વિદ્યાર્થીનું ટોરંટો, કેનેડામાં ગોળીબારમાં મોત થયું. ગાઝિયાબાદના સાહિબાબાદ વિસ્તારનો રહેવાસી કાર્તિક વાસુદેવ ગ્લોબલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા જાન્યુઆરી, 2022નાં રોજ ટોરન્ટો ગયો હતો અને સાથે સાથે તે પાર્ટ ટાઇમ જોબ કરતો હતો, જેમાં તે એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. કાર્તિક જાન્યુઆરીમાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો.

તેના પરિવારજનોએ જણાવ્યું કે કેનેડાના સમય મુજબ સાંજે લગભગ 5 વાગે તે મેટ્રો સ્ટેશનથી બહાર આવ્યો કે કોઈએ તેના પર ગોળીબાર કર્યો, તેમને શંકા છે કે તેને લૂંટના કારણે ગોળી વાગી હતી. પરિવારે જણાવ્યું કે, આ વર્ષે જાન્યુઆરીમાં કાર્તિક કેનેડાના ટોરોન્ટો શહેરમાં ગયો હતો, જ્યાં તે પોતાનો અભ્યાસ કરતો હતો અને સાથે જ નોકરી પણ કરવા લાગ્યો હતો. હવે આ સમાચાર બાદ પરિવારની હાલત ખરાબ છે. એવું કહેવામાં આવ્યું હતું કે દરરોજની જેમ કાર્તિક શુક્રવારે સવારે ટોરંટોમાં તેના નિવાસસ્થાનેથી નીકળી ગયો હતો. યુવક રસ્તામાં એક ભૂગર્ભ માર્ગ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ફાયરિંગ થયું હતું.

આ ફાયરિંગમાં કાર્તિકને ગોળી વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું.પરિવારને આ અંગેની માહિતી ત્યારે મળી જ્યારે કાર્તિકના મિત્રોએ ગાઝિયાબાદમાં રહેતા પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું કે કાર્તિક છેલ્લા 3-4 કલાકથી ફોન ઉપાડતો નથી. આ પછી જ્યારે પરિવારે તેની તપાસ કરી તો તેમને ખબર પડી કે કેનેડાના ટોરંટો શહેરમાં એક સબવે પર ફાયરિંગ થયું હતું, જેમાં કાર્તિકનું મોત નિપજયુ, આ સાથે આજુબાજુના લોકો પણ આ ઘટના સાંભળીને દુઃખી છે. શોકમાં ડૂબેલા સંબંધીઓનું કહેવું છે કે ભારતીય દૂતાવાસે આમાં કંઈક કરવું જોઈએ જેથી કરીને મૃતક કાર્તિકનો મૃતદેહ વહેલી તકે ભારત આવી શકે.

આ સાથે તેમના પરિવારને જે પણ મદદ કરવામાં આવે તે ભારત સરકાર તરફથી થવી જોઈએ. મળતી માહિતી મુજબ, વાસુદેવ બાળપણથી જ વાંચન અને લેખનમાં ખૂબ જ હોશિયાર હતા. તેમના શબ્દો પરિવારને ખૂબ પ્રિય હતા, જેના કારણે વાસુદેવ તેમના પરિવારના સૌથી પ્રિય સંતાન હતા. આ સાથે જ આજુબાજુના લોકો પણ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ કેનેડામાં ગોળી માર્યા બાદ તેના મૃત્યુના સમાચાર કેનેડાથી ભારત આવતા જ તેની જૂની વાતોને યાદ કરીને દરેક લોકો રડી પડ્યા છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કાર્તિકની મોત બાદ ભાવુક પિતા હિતેશભાઇએ કહ્યું- ‘કાર્તિક હવે આ દુનિયામાં નથી રહ્યો. હાલ મારી પાસે વધુ કોઈ જ માહિતી નથી. અમે કેનેડામાં સવાર પડે તેની રાહ જોઈ રહ્યાં છીએ, જે બાદ વધુ જાણકારી મળી શકે. અમને ફ્કત એટલી જ જાણ છે કે કોઈ બ્લેક વ્યક્તિએ કાર્તિકની હત્યા કરી છે.’ કાર્તિકના પિતા હિતેશભાઇ ગુરુગ્રામની એક કંપનીમાં નોકરી કરે છે. ઘરમાં કાર્તિકના મમ્મી, પપ્પા અને ભાઈ છે. કાર્તિકની મોત બાદ તેની મમ્મીની હાલત રડી રડીને ખરાબ છે. કાર્તિકનો નાનો ભાઈ 10માં ધોરણમાં ભણે છે, જ્યારે મમ્મી ગૃહિણી છે.

ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં જ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. સધર્ન ઓન્ટારિયોના ક્વિન્ટે વેસ્ટ સિટીમાં હાઇવે નંબર 401 પર વાન અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Shah Jina