ખબર

મુંડન કરીને આવી રહ્યો હતો પરિવાર, એક ભૂલ કરી અને અને ગયો 5 લોકોનો જીવ લઇ- જુઓ

આ ભૂલ ગઈ…અને ટેમ્પોએ કારને મારી ટક્કર, પાંચ લોકોના મોત, તડપી રહેલા બાળકની ચીસો સાંભળીને પોલીસકર્મી પણ રડી પડ્યા

દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ખોટી દિશામાં આવી રહેલા એક ટેમ્પોએ કારને અડફેટે લેતા કારમાં સવાર પાંચ લોકોના દુઃખદ મોત નિપજ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માત ગાજિયાબાદમાં મેરઠ દિલ્હી એક્પ્રેસ વે ઉપર સોમવારની મોડી રાત્રે થયો હતો. જેમાં ખોટી દિશામાં આવી રહેલા આયશર ટેમ્પોએ કારને ટક્કર મારી દીધી જેમાં કારની અંદર સવાર દંપિત સમેત પાંચ લોકોના મોત થઇ ગયા. આ મૃતકોમાં 11 વર્ષની બાળકી અને એક વર્ષનો માસુમ પણ સામલે છે. આ અકસ્માતમાં એક મહિલા અને ચાર વર્ષના બાળકની હાલત ગમ્ભીર છે જે સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી છે.

આઇશરે એક હસતા રમતા પરિવારને ઉજાડી નાખ્યો. દીકરાનું મુંડન કરાવવા માટે આશિત તેના સાઢૂ અને પરિવાર સાથે ઉત્સવ મનાવીને પરત આવી રહ્યો હતો. તેને સપનામાં પણ ખબર નહોતી કે એક બીજા ડ્રાઈવરની ભૂલ તેના પરિવારને ઘરે નહિ પહોંચવા દે. દીકરાના મુંડનની ખુશી માતમમાં બદલાઈ ગઈ.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ. રસ્તે જતા લોકોએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. કારમાં તડપી રહેલા માસુમ અને બીજા લોકોની ચીસો સાંભળી અને રાહગીરો તેમજ પોલીસની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાવ્યાં હતા. જ્યાં ડોકટરે ત્રણ લોકોને મૃત જાહેર કર્યા અને બેની હાલત ગંભીર જણાવતા તેમને આગળ રેફર કરવામાં આવ્યા જ્યાં રસ્તામાં જતા તેમનું નિધન થઇ ગયું હતું.