મહિલાનો પાલતુ ડોગે બાળકને લીફ્ટમાં કરડ્યો તો મહિલાએ એવું કર્યું કે જોઈને પીતો જશે

આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન રાખતા હોય છે. પરંતુ આ પાલતુ શ્વાન કોઈને કરડતા નથી હોતા. તો ઘણા શ્વાન એવા પણ હોય છે જે કોઈની ઉપર પણ હુમલો કરતા હોય છે અને આવા શ્વાનનું ધ્યાન તેના માલિકે પોતે જ રાખવાનું હોય છે. તે કોઈને કરડે નહીં તેની જવાબદારી પણ શ્વાનના માલિકની હોય છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાના શ્વાને લિફ્ટમાં જ એક નાના બાળકને બચકું ભર્યું હતું.

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના એક વીડિયોએ બધાને બેચેન કરી દીધા છે. આ વીડિયો પોલીસ સ્ટેશન નંદગ્રામ વિસ્તારના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાલતુ શ્વાન સાથે લિફ્ટમાં જઈ રહી હતી. એ જ શ્વાન લિફ્ટમાં એક બાળકને કરડ્યો, પણ મહિલાને તે વાતનો કોઈ ફર્ક ના પડ્યો અને કઠોર બનીને તે મહિલા જોતી રહી. ત્યારે હવે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

વીડિયો 5 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલાની સાથે આવેલા એક શ્વાન બાળકને કરડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે મહિલાના આ વાતથી કોઈ ફર્ક ના પડ્યો. બાળક દર્દથી રડતું રહ્યું. મહિલાએ માસૂમ બાળકને એક વાર જોવાની પણ તસ્દી લીધી ન હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોસાયટીના લોકો આ શ્વાનથી ખૂબ જ નારાજ છે. ઘણી વખત લોકોએ આ અંગે મહિલાને ફરિયાદ કરી હતી, પરંતુ મહિલાએ કોઈ પગલું ભર્યું ન હતું. હવે લિફ્ટમાં બાળકને કરડ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં ન્યાયાધીશ આલોક દુબેનું કહેવું છે કે ચાર્મ કેસલ સોસાયટી લિફ્ટમાં માલકીનની હાજરીમાં એક બાળકને પાલતુ કૂતરો કરડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે અંગે નોંધ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેસ.

Niraj Patel