બોસ સાથે અફેરમાં મારી ગઇ રિસેપ્શનિષ્ટ : પતિ સાથે હતું બહેનપણીનું લફરું,  મગજ ફરેલી બૈરીએ લીધો ભયંકર બદલો..

પતિ સાથે હતું બહેનપણીનું લફરું,  મગજ ફરેલી બૈરીએ લીધો ભયંકર બદલો..મોટી મોટી ફિલ્મોને આપે છે ટક્કર

Ghaziabad Murder case : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ પ્રકરણ પણ હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીની હત્યાના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નોઈડામાં કામ કરતી એક મહિલા અને તેના બોસ વચ્ચે ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો હતો.

પતિનું ચાલી રહ્યુ હતુ બીજી યુવતિ સાથે લફરુ
આ બંનેના પ્રેમપ્રકરણને કારણે પત્ની ઘણી પરેશાન રહેતી હતી, પરંતુ તેનો પતિ તેની હરકતોથી બાઝ નહોતો આવતો, આ કારણોસર યુવતીની હત્યા પત્ની દ્વારા કરાવવામાં આવી. મૃતક રાગિણીની લાશ મુરાદનગર વિસ્તારમાં સુરાના પાસે હિંડોન બેરાજ પર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. નોઈડાની રાગિણીને ગાઝિયાબાદના બંટી સાથે પ્રેમ સંબંધ હતો. બંને નોઈડામાં સાથે કામ કરતા હતા. બંટીની પત્નીને બંને વચ્ચેના અફેરની ખબર પડી. ઘણી વાર તેણે સમજાવવાની કોશિશ કરી, પરંતુ બંટીએ રાગિણી સાથે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો.

પત્નીએ ભાઇ સાથે મળીને કરાવી દીધી હત્યા
આ દરમિયાન આરોપી પત્નીએ તેના ભાઈ અમિતને આખા મામલાની જાણકારી આપી, ત્યારપછી એક કાવતરું ઘડવામાં આવ્યું. આ મામલામાં ડીસીપીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી અમિત, જે બંટીનો સાળો છે, તેણે જણાવ્યુ- તેના જીજાજીનું રાગિણી સાથે અફેર હતુ, તે બંટી સાથે પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરતી હતી, તેના શોખ ઘણા મોટા હતા, તેણે તેના પતિને પણ છોડી દીધો હતો. બંટીની પત્ની રાખીને આ વાતની ખબર હતી, જેના કારણે તે ઘણીવાર પરેશાન રહેતી હતી. આરોપી પત્ની રાખીએ તેના ભાઈ અમિત સાથે મળીને રાગિણીને મારવાનું કાવતરું ઘડ્યું.

પોલિસે કરી 5 આરોપીઓની ધરપકડ
આ કાવતરામાં અમિતે તેના મિત્રોને પણ સાથ લીધો. અમિતે રાગિણીને મળવા બોલાવી, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તેને કારમાં સુરાણા ગામમાં હિંડોન નદીના કિનારે લઈ ગયો અને પછી તેને બે વખત ગોળી મારી દીધી. તે પછી તેની લાશ તેઓ હિંડન નદીના પુલ પાસે ફેંકીને તેઓ ભાગી ગયા. પોલીસે આ સમગ્ર મામલામાં કાવતરું ઘડનાર મહિલાની પણ ધરપકડ કરી છે. હાલ તો બે લોકો ફરાર હોવાનું કહેવાય છે. પોલીસને આરોપી પાસેથી હત્યામાં સંડોવાયેલા હથિયાર અને એક કાર મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમિતના પોલિસને પૂછપરછમાં જણાવ્યા અનુસાર, તેણે તેના મિત્ર સુમિત પાસેથી પિસ્તોલ લીધી હતી અને 2 ઓગસ્ટે રાતે લગભગ 11 વાગ્યે તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યુ કે રાખીએ પાર્ટી માટે બોલાવી છે. તે પછી યુવતી કારમાં બેસી. કારમાં અંકુર, કરણ, સુમિત અને રામુ હતા પણ અંદર રાખી નહોતી. એટલે યુવતિએ વિરોધ કર્યો અને પછી તમામ આરોપીઓએ તેને બંઘક બનાવી દીધી તેનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી

Shah Jina