વાયરલ

વરરાજાને મેથીપાક ચખાડ્યો! : નિકાહમાં દીકરી વાળાએ 8 લાખનો ખર્ચ અને 3-3 લાખ અને હીરાની વીંટી આપી છતાંય દહેજ માંગવા ગયો તો જુઓ કેવી હાલત કરી

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. અહીં અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થઇ જતા હોય છે, જેમાંથી કેટલાક હાસ્યાસ્પદ હોય છે તો કેટલાક ચોંકવનારા હોય છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્નના વીડિયો ઘણા વાયરલ થતા રહે છે, જેમાં દુલ્હા-દુલ્હનની મસ્તી, જીજા-સાળીની મસ્તી અને દુલ્હાના ભાઇઓની મસ્તીના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો લગ્નનો વાયરલ થઇ રહ્યો છે તે તો કંઇક અલગ જ છે. વીડિયોમાં દુલ્હનના પરિવારજન દુલ્હે રાજાની પિટાઇ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનો છે.

જ્યાં બેન્ક્વેટ હોલમાં વરરાજાની ધુલાઇ કરવામાં આવી રહી છે. આ વીડિયો 12 ડિસેમ્બરનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે, વરરાજાની મારપીટનો વીડિયો દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા મુઝમ્મિલ હુસૈન અને તેના પિતા મહમૂદ હુસૈને લગ્ન પહેલા 10 લાખ રૂપિયા રોકડાની માંગ કરી હતી અને પૈસા આપ્યા વિના લગ્નનો ઇનકાર કર્યો હતો. ફરિયાદીનું કહેવું છે કે તેમણે 3 લાખ રૂપિયા રોકડા અને લગભગ એક લાખ રૂપિયાની હીરાની વીંટી આપી હતી. ત્યાં દુલ્હનના પરિવારને પણ ખબર પડી કે વરરાજા મુઝમ્મિલના પહેલા પણ બે કે ત્રણ લગ્ન થઇ ગયા છે.

ફરિયાદ કર્તાની બહેન સાથે પણ દગાથી લગ્ન કરવામાં આવી રહ્યા હતા. લગ્ન કરવા આવેલા વરરાજાની વાસ્તવિકતાની જાણ થતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા અને વરરાજાની પિટાઇ કરી દીધી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વરરાજાની ખૂબ જ પિટાઇ થઇ રહી છે. દુલ્હાની પિટાઇજોઇ જાનૈયા પણ ત્યાંથી નીકળી ગયા અને આ હંગામા વચ્ચે કોઇએ પોલિસને આ ઘટનાની સૂચના આવી દીધી. પોલિસ ઘટનાસ્થળ પર પહોંચી અને કોઇ પણ રીતે આ મામલાને શાંત કરાવ્યો.

દુલ્હનના ભાઈની ફરિયાદના આધારે આરોપી વરરાજા સામે 420 અને દહેજ ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વરરાજાની મારપીટની ઘટનાના દિવસના આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.