જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર દિલધડક સ્ટોરી નારી વિશે વૈવાહિક-જીવન

ઘર-પરિવારને બરબાદ કરી દે છે મહિલાઓના આ કામ, ઘરમાં નથી થતો મા લક્ષ્મીનો વાસ, 7 નંબરનું કામ ભૂલથી પણ ન કરતા

હિન્દૂ ધર્મમાં ઘરની વહૂ દીકરીઓને લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી કોઈ પણ ઘરને ઈચ્છે તો સ્વર્ગ બનાવી શકે છે અને કોઈ પણ ઘરને ઈચ્છે તો નર્ક બનાવી શકે છે. વહુ દીકરીઓની કોઈ આદતો ઘર પરિવારમાં દરિદ્રતા માટે જવાબદાર હોય છે તો ત્યાં જ કોઈ આદતો એવી પણ હોય છે જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ ઘણી હદ સુધી એવી સ્ત્રી પર નિર્ભર કરે છે જે લક્ષ્મીની જેમ ઘરના બધા કામ કરે અને બધાનો ખ્યાલ પણ રાખે. પરંતુ, કોઈ એવા કામ છે જે મહિલાઓએ ન કરવા જોઈએ. ઘરની સ્ત્રીઓએ આ કામ ન કરવા જોઈએ, કેમ કે એવું કરવાથી ઘરમાં મા લક્ષ્મી ક્યારેય નથી આવતી.

ઘણી વખત એવુ કહેવાય છે કે ઘરની સ્ત્રીઓ કોઈ પણ ઘરને ઈચ્છે તો સ્વર્ગ બનાવી શકે છે અને કોઈ પણ ઘરને ઈચ્છે તો નર્ક બનાવી શકે છે. તે ઘરની મહિલાઓ જ હોય છે જે કોઈ વ્યક્તિના જીવનને સારુ બનાવી શકે છે. પત્નીના રૂપમાં જ્યાં એક મહિલા દરેક કદમ પર તેના પતિનો સાથ આપે છે અને તેને જીવનનો સાચો માર્ગ બતાવે છે તો ત્યાં દીકરીના રૂપમાં તે લક્ષ્મી સમાન હોય છે. તમે પણ આ કહેવત સાંભળી હશે કે એક સફળ વ્યક્તિની પાછળ સ્ત્રીનો જ હાથ હોય છે.

Image Source

આજે અમે તમને એ કામ જણાવીશું જેને ઘરની મહિલાઓએ ન કરવા જોઈએ. જો તમારી જિંદગીમાં ઘણી બધી મુસીબતો આવી રહી હોય અથવા પછી તમને એવુ લાગતુ હોય તમને અસફળતા મળી રહી હોય. તો હોઈ શકે છે કે આ બધાનુ કારણ તમારા ઘરમાં દરરોજ થવાવાળા આ કામ હોય. ઘરની મહિલાઓની આ આદતો અને કામોને લીધે પણ તમારી કિસ્મત ખરાબ થઈ શકે છે. તો આવો જાણીએ ઘરની મહિલાઓની તે કઈ આદતો છે જે ઘર પરિવાર માટે ખતરનાક સાબિત થાય છે.

ભૂલથી પણ ઘરની સ્ત્રીઓએ આ કામ ન કરવા જોઈએ – 

#1 જે ઘરમાં મહિલાઓ જાડુને પગ લગાવે છે અથવા પગથી ઠોકર મારે છે ત્યાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી થતો. તેવા ઘરમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહે છે.

#2 જો તમારા ઘરની મહિલાઓને આદત છે કે તે તવા અને કઢાઈ જેવા એંઠા વાસણ ગેસ પર રાખીને ઊંઘી જાય છે તો તેવા ઘરમાં પણ લક્ષ્મી નથી આવતી. આ ગરીબી અને દુઃખનુ કારણ બને છે.

Image Source

#3 જે ઘરની મહિલાઓ પગની ઠોકરથી દરવાજો ખોલે છે તો ત્યાંથી પણ ધનની દેવી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં પણ તેવુ થાય છે તો તરત રોકો.

#4 જો તમારા ઘરની કોઈ મહિલા ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદીનુ કારણ બને છે. હિન્દૂ શાસ્ત્રોમાં તેને ખુબ જ અશુભ મનાય છે.

#5 ઘરમાં સુખ શાંતિ માટે અઠવાડિયામાં એક વાર સમુદ્રી મીઠાથી પોતા લગાવો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે.

#6 જે ઘરની મહિલાઓ વહેલી સવારને બદલે રાત્રે અથવા સાંજે જાડુ લગાવે છે તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી આ આદતને બદલાવો.

Image Source

#7 જો કોઈ ઘરની મહિલાઓને મોડે સુધી ઊંઘવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોય શકે છે. મોડે સુધી ઊંઘવાવાળી સ્ત્રીઓ તેના પતિ અને તેના પરિવારના લોકોની અસફળતાનુ કારણ બને છે.

આ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને કરી નાખે છે બરબાદ…

શાસ્ત્રોના અનુસાર માનવામાં આવે છે કે એક ઘરને બનાવવામાં અને બગાડવામાં ઘરની સ્ત્રીઓનો ખુબ જ મોટો હાથ હોય છે. એક સારી સ્ત્રી ઘરની તરક્કીનો માર્ગ પ્રશસ્ત કરીને ઘર પરિવારને સુખ સમૃદ્ધિથી ભરી શકે છે જ્યારે એક ભ્રષ્ટ સ્ત્રી ઘરને દુર્ભાગ્યના નર્કમાં લઇ જઈને બરબાદ પણ કરી શકે છે. શાસ્ત્રોમાં આવી મહિલાઓને અલક્ષ્મી કે અસૌભાગ્યશાળી મહિલાઓ કહેવામાં આવે છે. આ સ્ત્રીઓ પોતાના ખરાબ આચરણને લીધે પોતાના ઘર પરિવારને પણ કંગાળ બનાવી નાખે છે. આજે અમે તમને એવી જ મહિલાઓના લક્ષણ અને વ્યવહાર વિશે કહેવા જઈ રહયા છીએ જે સમાજમાં અસૌભાગ્યશાળી માનવામાં આવે છે.

Image Source

અસૌભાગ્યશાળી મહિલાના લક્ષણ…

1. પહેલું લક્ષણ એ કે જે સ્ત્રીઓ મેલી ઘેલી બનીને રહે છે અને ખુદનું ધ્યાન નથી રાખતી, તેઓને અલક્ષ્મી કે અસૌભાગ્યશાળી માનવામાં આવે છે.

2. સાથે જ જે સ્ત્રીઓ ખરાબ કામ કરે છે અને તેનું ધ્યાન પોતાના પતિ કરતા પારકા પુરુષો પર રહે છે તેઓને પણ અસૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ ઘર માટે બદનામીનું કારણ બને છે.

3. સ્ત્રીઓને શાંત સ્વભાવનું રહેવું જોઈએ. જે સ્ત્રીઓ ગુસ્સો વધુ કરે છે સાથે મનમાં દ્વેષ, દગો કે છલ કપટ રાખે છે તે પોતાના પરિવાર અને ઘરને ક્યારેય સ્થિર રહેવા દેતી નથી.

4. ઘરને સ્વચ્છ ન રાખનારી મહિલાઓ પણ ઘરમાં નકારાત્મક શક્તિઓનું આગમન કરાવે છે. સાથે જ જે સ્ત્રીઓ પોતાના બાળકો અને પરિવાર સાથે સ્નેહ નથી રાખતી તેઓ પણ અસૌભાગ્યશાળી જ માનવામાં આવે છે.

Image Source

5. કટુ વચન, અપશબ્દ અને બીજાઓ વચ્ચે લડાઈ જગડા કરાવનારી સ્ત્રીઓ પણ ઘરમાં દ્વેષ ફેલાવા સિવાય બીજી કઈ જ નથી કરી શકતી. આવી સ્ત્રીઓને પણ સમાજમાં ખરાબ નજરોથી જોવામાં આવે છે.

6. આવી સ્ત્રીઓ હસતા-ખેલતા ઘરને બરબાદ કરવા માટે પૂરતી છે. આવી સ્ત્રીઓથી દૂર રહેવામાં જ ભલાઈ છે કેમ કે જેઓ તેના સંપર્કમાં આવે છે તેઓને પણ પોતાના જેવા જ બનાવી લે છે સાથે જ તેઓ અન્યની ખુશીને પણ જોઈ નથી શકતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks