જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

ઘરની અંદર મંદિરને કઈ દિશામાં રાખવાથી પ્રગતિ થશે…જાણો આ લેખમાં

બધાના ઘરમાં મંદિર હોય છે ભલે ઘર નાનું હોય કે મોટું હોય કે પોતાનુ હોય કે ભાડાનુ હોય પરંતુ બધાના ઘરમાં મંદિર હોય છે. હિન્દુ ધર્મમાં આસ્થાને આપવામાં આવે છે આજે આપણે જોઈશું કે મંદિરને સાચી દિશા કઈ છે અને મંદિરને કઈ દિશામાં રાખવો જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે. ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે.

1) મંદિરને રસોડામાં ન રાખવુ – મંદિરની સામે ઉપર-નીચે કે બાજુમાં રસોઈ ન બનવી જોઈએ જેનાથી મા લક્ષ્મીજી અપ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં શાંતિની કમી જોવા મળે છે.

2) દાદરા (સીડીઓ) નીચે મંદિર ન બનાવવુ – વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરને દાદરા નીચે ન બનાવવુ કારણ કે દાદરા નીચેથી લોકો ઉપર નીચે જતા હોય છે જેના કારણે આપણા પગ મંદિર તરફ ઉપર નીચે જતા હોય છે જે અશુભ માનવામાં આવે છે એટલા માટે દાદરા નીચે મંદિર ન બનાવવુ.

Image Source

3) શયન કક્ષ કે બેડરૂમમાં મંદિર ન હોવું જોઈએ – વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર શયનકક્ષ કે બેડરૂમમાં ન હોવું જોઈએ જો કોઈ કારણસર ઘરમાં શયન કક્ષ કે બેડરૂમમાં મંદિર બનાવો પડે તો મંદિર ઉપર પરદો અવશ્ય લગાડવો અને રાત્રે સમયમાં મંદિર પર પડદો ઢાંકી દેવો.

4) બાથરૂમની બાજુમાં મંદિર ન બનાવુ – વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર બાથરૂમની બાજુમાં કે ઉપર નીચે ન બનાવુ જેનાથી ઘરની ખુશીઓ અને સમૃદ્ધિ ઓછી થઈ જાય છે.

Image Source

5) બેસમેન્ટમાં મંદિર ન બનાવવુ – કહેવામાં આવે છે કે બેસમેન્ટની અંદર મંદિર ન બનાવુ. કારણ કે તેનાથી ઘરમાં કલેશ ઉત્પન્ન થાય છે અને ઘરની શાંતિમાં અડચણ આવે છે.

6) હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં મંદિર બનાવવુ – ઘરમાં મંદિર બનાવતી વખતે હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું પૂજા ઘરને ઈશાન દિશામાં બનાવવાથી ઘરમાં જ્ઞાનની વૃદ્ધિ તથા આત્માની શુદ્ધિ થાય છે તથા સુખ સમૃદ્ધિ શાંતિની વૃદ્ધિ થાય છે. તેમજ ઈશાન ખૂણાની દેવતાનું સ્થાન માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશાની ઈશાન ખૂણો કહેવામાં આવે છે અને તે સૌથી પવિત્ર ખુણો છે.

Image Source

7) કઈ સ્થિતિમાં તમારે બેસવું અને કઈ સ્થિતિમાં ભગવાનને રાખવા – જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે તમારું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તેમજ ભગવાનનો ફોટો તમારી સામે હોવો જોઈએ.

8) મંદિર કેવું હોવું જોઈએ – જો તમે ઘરમાં મંદિર લાવવા માગતા હોવ તો લાકડાનો મંદિર અવશ્ય લાવવુ તેમજ તેમા ચંદનનું લાકડું ખૂબ જ પવિત્ર હોય છે.

Image Source

9) રોજ મંદિરમાં દીવો અગરબત્તી કરવા –

રોજ મંદિરમાં દીવો અગરબત્તી કરવા તેમ જ મંદિરના પ્રકાશિત રાખવા માટે રોશનીનો ઉપયોગ કરવો. તેમજ મંદિરના આસન માટે લાલ કલરના કપડાં યૂઝ કરવો. તેમજ આસન ઉપર બેસીને પૂજા પાઠ કરવા.

10) ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન રાખવુ –

ઘરમાં ઈશાન ખૂણો ખબર ન પડે તો ઉત્તર-પૂર્વ દિશામાં મંદિર રાખવુ પરંતુ ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન રાખવુ. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે. અને યમદેવતાનો વાસ દક્ષિણ દિશામાં હોય છે.