મોટાભાગના લોકો રોજ સવારે વહેલાં ઊઠીને પોતપોતાનાં ઈષ્ટદેવનું ધ્યાન ધરે, ઉપાસના કરતાં જ હોય છે. છ્તાં એમના જીવનમાં ઘણી બધી તકલીફો ને પરેશાની આવતી હોય છે. કહેવાય છે કે ભગવાનનું સ્મરણ કરવાથી જીવનમાં આવતી અડચણ દૂર થાય છે. જીવનમાં આવતા સંકટો ભગવાન હરી લેતાં હોય છે. પણ… ક્યારેય ઊલટું જ થતું હોય છે. જો તમારા જીવનમાં પણ આવું થાય તો તમારા ઘરમાં ક્યાક ને ક્યાક વાસ્તુદોષ તો હશે જ!

આપણે જે સ્થાન પર રહીએ છીએ, એને વાસ્તુ કહે છે. એટલે જ આપણે જે જગ્યાએ રહીએ છીએ, એ મકાનમાં કયો દોષ છે, જેના કારણે આપણે દુઃખ-તકલીફો ઉઠાવીએ છીએ, એ આપણે પણ નથી જાણી શકતા. આપણને એ પણ ધ્યાન પર નથી હોતું કે ઘરમાં સકારાત્મક ઉર્જા છે કે નકારાત્મક ઉર્જા. પરંતુ આજે એવા કેટલાક સચોટ વાસ્તુ દોષ નિવારણ માટે ઉપાયો જણાવીશું કે જેનાથી લાભ થશે. જેમ કે ઘરમાં ઈશાન ખૂણા પર ભગવાનનું સ્થાન હોય છે અથવા તો આ સ્થાન પર પાણી હોવું જોઈએ. જો આ ખૂણામાં રસોડું કે ગેસનો બાટલો હોય તો વાસ્તુદોષ લાગે છે, માટે તેને તરત જ ત્યાંથી હટાવીને મંદિરની સ્થાપના કરવી જોઈએ.

કોલકતાના પ્રખ્યાત એસ્ટ્રોલોજર જણાવી રહ્યાં છે કે, ઘરનો મુખ્ય દરવાજો કાં’ તો પૂર્વમાં હોવો જોઈએ અથવા ઉતર દિશામાં હોય તો ઘણું જ શુભ રહે છે. પણ, જો એ દિશામાં ઘરનો દરવાજો નથી તો ઘરમાં નકારાત્મક અસર પડે છે. એ નકારાત્મક અસરને દૂર કરવા માટે ઘરનાં મુખ્ય દરવાજા પર પંચધાતુમાથી બનાવેલ સ્વસ્તિક લગાવવાથી તમામ પ્રકારની નકારાત્મક અસર દૂર થઈ જાય છે. જાણો, ઘરમાં ધ્યાન રાખવા જેવી દસ વાસ્તુ ટિપ્સ:
ઘરમાં નકામો પડેલ સામાન જેમ કે, તૂટેલી કાચની બરણીઓ, ઇલેક્ટ્રીક સામાન જે નકામો હોય તે, કે પછી લોખંડની કાટ ખાઈ ગયેલ વજનદાર વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ. નહિતર ઘરની શાંતિ ભંગ થઈ શકે છે.
ઘરમાં તિજોરીનો દરવાજો પૂર્વ અથવા ઉતર દિશામાં રાખવો જોઈએ.
તિજોરીના દરવાજા પર કમળ પર બિરાજમાન લક્ષ્મીજીની છ્બી રાખવાથી ધનનો ભંડાર અખંડ રહે છે અને મા લક્ષ્મીની કૃપા અવિરત વરસતી જ રહે છે.

ઘરમાં જો એક તુલસીનો છોડ હશે તો વાસ્તુદોષની અસરમાંથી બચી શકાય છે.
ઘરની બહાર એક કુંડામાં તુલસીનો છોડ રોપી, સવારે એમાં જળ ચડાવો અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ.
પૂર્વ અથવા ઉતર દિશા તરફ જો તુલસીનો છોડ રોપવામાં આવે તો ઘરમાં રહેતા લોકોનાં આત્મવિશ્વાસમાં ડબલ વધારો થાય છે.
રોજ ઘરનાં ખૂણે ખૂણામાં જો સફાઈ કરવામાં આવે તો બધા જ પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરનું વાતાવરણ પ્રેમાળ બની રહે છે.
જો તમે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ બ્રાહ્મણને દાન કરો ત્યારે ઘરનાં ઉંબરથી બહાર ઊભા રહીને જ દાન કરવું જોઈએ.
પૈસાને લગતી બાબતમાં જો કોઈ કાગળ પર કે ચેક પર સહી કરો ત્યારે તમારી પોતાની જ પેનથી કરો.
સંધ્યા સમયે આખા ઘરમાં લાઇટો ચાલુ કરીને થોડીવાર આખું ઘર પ્રકાશિત કરવું જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.