ઘણીવાર એવું બનતું હોય છે કે સુખ સુવિધાના બધા સાધનો ઘરમાં ઉપલબ્ધ હોવા છતાં પણ ઘરમાં કલેશ,કંકાશ, જગડા,વગેરે જેવી નકારાત્મક સ્થિતિ સર્જાતી હોય છે, તેનું કારણ છે વાસ્તુશાસ્ત્રની ખામી. ઘરની બનાવટ કે પછી ઘરની વસ્તુઓને જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખવાના ન આવે તો ઘણી સમસ્યા સર્જાય છે, જે જાણતા અજાણતા જે તે વ્યક્તિ દ્વારા થઇ જ જાતિ હોય છે.

વાસ્તુશાસ્ત્રની ખામીને લીધે ઘરમાં અનેક વિવાદ થાય છે જેનો ઉકેલ ઇચ્છવા છતાં પણ મળી શકતો નથી. એવામાં આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનું વહન થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
1.હંસની તસ્વીર:
વાસ્તુશાસ્ત્રના આધારે ઘરમાં સફેદ હંસની તસ્વીર લગાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.જે ઘરમાં લગાતાર પૈસાની ખોટ રહે છે તેવા ઘરમાં જો હંસની તસ્વીર લગાવવામાં આવે તો પૈસાની ખામી દૂર થાય છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હંસની તસ્વીર ઘરની દીવાલમાં લગાવવી પૈસાની ખામીને દૂર કરવા માટે જવાબદાર છે.આ સિવાય જો ઘરના લિવિંગ રૂમમાં હંસની મોટી તસ્વીર લગાવવામા આવે તો અનેક ગણો ફાયદો મળે છે.

2.સમુદ્ર કિનારે દોડતા ઘોડાઓની તસ્વીર:
તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં દોડતા ઘોડાઓની તસ્વીર લાગેલી હોય છે.એવામાં જો સમુદ્ર કિનારે દોડતા 8 ઘોડાઓની તસ્વીર ઘરની દીવાલોમાં લગાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિની સાથે સાથે સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને આ સિવાય પરિવારના લોકો વચ્ચે મનમુટાવ કે અણગમો પણ દૂર થઇ જાય છે.

3.દેવી-દેવતાઓની તસ્વીર:
જો કે મોટાભાગે દરેકના ઘરમાં દેવી-દેવતાઓની તસ્વીરો તો હોય જ છે. પણ જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ દેવી દેવતાઓની તસ્વીર ઘરમાં લગાવવી ખુબ લાભદાઈ છે.ઘરમાં દેવી દેવતાઓની તસ્વીર નકારાત્મ ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનું આગમન કરે છે અને આ સિવાય ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

4.ફળ-શાકભાજીની તસ્વીર:
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં હંમેશા બરકત બનાવી રાખવા અને આર્થિક સ્થિતિ વધારવા માટે ફળ કે શાકભાજીની તસ્વીર લગાવવી જોઈએ.

5.પર્વત પર ઉડતા પક્ષીઓની તસ્વીર:
આત્મવિશ્વાસની ખામીને દૂર કરવા માટે પર્વત પર ઉડતા પક્ષીઓની તસ્વીર લગાવવી જોઈએ, જે દરેક ઘરના સભ્યોમાં આત્મવિશ્વાષ વધારવાની સાથે સાથે સકારાત્મકતા લાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks