જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં કીડીઓનું આવવું શુભ કે અશુભ? આ સંકેત આપે છે જાણો ઉપાય

આપણનેઘણી વાર ઘરમાં કીડીઓ જોતા હોય છે. ઘરમાં કીડી જુઓ એ મામુલી વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે, કીડીને તો તમે હાથથી પણ કચડી શકો છો. માનવામાં આવે છે કે, કીડીઓ ઘણા પ્રકારના રહસ્યોને ઉજાગર કરે છે. કીડીઓ પણ માણસની જેમ એક્બીજા સાથે વાતો કરતી હોય છે. પરંતુ એ વાત અલગ છે કે, તેની ભાષા આપણાથી અલગ છે.

Image Source

પૌરાણિક માન્યતા અનુસાર, કહેવામાં આવે છે કે અચાનક જ ઘરમાં કીડીઓ દાણા ભેગા કરવા લાગે તો તેનો મતલબ સાફ છે કે, તમારી ઘરે આવનારા સમયમાં કંઈક ખરાબ થશે. ઘરમાં ઓછી સંખ્યામાં કાળી કીડી જોવા મળે તો ઘરમાં સુખ,શાંતિ, સમૃદ્ધિ માટે સકારાત્મક સંકેત છે. પરંતુ ઘરમાં જ વધારે સંખ્યામાં કીડીઓ આવી જાય તો તેને ઘરની બહાર ગોળ રાખીને બહાર કાઢી શકાય છે.

Image Source

જો ઘરમાં એક સાથે એક લાઈનમાં કાળી કીડીઓ એક સાથે જોવા મળે તો ભારેથી અતિભારે વરસાદનો સંકેત છે. સાથે જ સારું થવાના સંકેત પણ આપે છે. આ સિવાય ઘરમાં લાલ કીડીઓના મોઢામાં ઈંડા જોવા મળે તો સમજી લેવાનું તમારો આખો દિવસ શુભ જશે. કીડીઓને જોવું એ શુભ માનવામાં આવે છે. આ સાથે જ કહેવામાં આવે છે કે, લોકો કીડીઓએ લોટ ખવડાવે છે અને નાની-નાની કીડીઓને ચોખા આપે છે તે સીધા જ વૈકુંઠમાં જાય છે. આ સિવાય ખેડૂતો કીડીઓને ખાંડ અને લોટ બંને ખવડાવે તો તેનું દેવું ઓછું થાય છે.

Image Source

કહેવામાં આવે છે કે, લાલ કીડીઓને અશુભ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર, લાલ કીડીના કારણે કોઈ વાવ-વિવાદ અને આર્થિક સમસ્યા સહીત એક સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકો કીડીઓને મારતા હોય છે. લાલ કીડીના મારવાના ચક્કરમાં કાળી કીડીઓ પર મરી જતી હોય છે. લાલ કીડીઓને દૂર કરવા માટે લોટમાં ખાંડ મેળવી ઘરની બહાર રાખવાથી તુરંત તે નીકળી જાય છે.

લાલ કીડીથી બચવા માટે જ્યાં-જ્યાં કીડીઓ આવતી હોય છે ત્યાં લીંબુના નાના ટુકડા કરીને રાખો ત્યાંથી તુરંત જ કીડીઓ ભાગી જશે. આ સિવાય તમે લવિંગ, એલચી અને તમાલપત્ર દ્વારા પણ કીડીએ દૂર કરી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.