જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ ભગવાનની મૂર્તિ, થઇ જશો બરબાદ…

કદાચ જ એવો કોઈ હિન્દૂ પરિવાર હોય કે જેમના ઘરમાં મંદિર ન હોય. એવી માન્યતા છે કે મંદિરની ઘરમાં હાજરી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે. જે ઘરમાં મંદિર હોય છે એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને દુઃખ અને ગરીબી દૂર રહે છે. આ જ કારણ હોય છે કે કોઈ પણ ઘરમાં મંદિરનું મુખ્ય સ્થાન હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરને ઘરનો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે. આપણા ઘરોના મંદિરમાં ભગવાનની મૂરીઓ મુકવામાં આવે છે અને ભગવાનની પૂજા અને ધ્યાન કરવાથી વ્યક્તિ ધાર્મિક રૂપથી મજબૂત બને છે સાથે જ મન પણ શાંત રહે છે.

Image Source

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં મંદિરમાં ભગવાનની મૂર્તિઓ મુકવા પર પણ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ થાય છે. વસ્તુ અનુસાર, દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં કેવી રીતે અને કયા સ્થાન પર સ્થાપિત છે, એ જ વાત ઘરની સુખ-સમૃદ્ધિ અને ધન વગેરે પર અસર કરે છે. એટલે જ જયારે ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે ત્યારે કેટલીક બાબતોની ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિએ મંદિર સાથે જોડાયેલા દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. આવો તો આજે અમે તમને જણાવીશું કે મંદિરમાં કયા દેવી-દેવતાઓની મૂર્તિ રાખવા પર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

  • ભૈરવ ભગવાન:
Image Source

કહેવામાં આવે છે કે ભૈરવ ભગવાન શિવનું જ પ્રતીક છે. ભગવાન ભૈરવની પૂજા તંત્ર-મંત્રથી થાય છે માટે ઘરમાં તેની મૂર્તિ રાખવી ન જોઈએ. સાથે જ જ્યોતિષ લોકોનું એ પણ કહેવું છે કે ઘરમાં કાળી માનો ફોટો પણ ન હોવો જોઈએ, કેમ કે તે પણ માતા દુર્ગાનું વિધ્વંશક રૂપ હોય છે.

  • માતા લક્ષ્મીનો ઉભેલો ફોટો:
Image Source

ઘરમાં માતા લક્ષ્મીનો ઉભેલી અવસ્થાવાળો ફોટો કે મૂર્તિ રાખવી ન જોઈએ. હંમેશા કોશિશ કરો કે મંદિરમાં માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને સરસ્વતીના બેસેલા ફોટો જ મંદિરમાં હોય.

  • ભગવાન શિવની નટરાજ મૂર્તિ:
Image Source

ભગવાન શિવના નટરાજ રૂપ તેના વિધ્વંશક રૂપને દર્શાવે છે. માનવામાં આવે છે કે ભગવાન તમારા આ રૂપમાં તાંડવ કરે છે, માટે તેનું આ સ્વરૂપ ઘરના મંદિરમાં ન હોવું જોઈએ.

  • શનિ:
Image Source

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પૂજા ઘર એટલે કે મંદિર હોવું જોઈએ. ઘરમાં ક્યારેય પણ શનિ ભગવાનની મૂર્તિ કે તેમની તસ્વીર રાખવી ન જોઈએ. શનિ ભગવાનને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમની તસ્વીર કે મૂર્તિ ઘરમાં રાખવી તમને ભારે પડી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks