ખબર

ગાંધીનગરમાં પ્રેમ લગ્નનો કરુણ અંત : માં-દીકરીએ મળીને પતિની કરી નાખી હત્યા, બાપ દીકરીને ગંદી નજરે…..

ગાંધીનગરમાં દીકરી ઘરમાં હોવા છત્તાં પતિએ પકડી શરીર સુખની જીદ, પત્નીએ ઇનકાર કર્યો તો દીકરી પર નરાધમ બાપે બગાડી નજર….

ગુજરાતમાં અવાર નવાર હત્યાના અનેક બનાવો સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં તો ઘણીવાર નશાની કુટેવને લઇને હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલ ગાંધીનગરમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની અને દીકરીએ મળી પતિની કટર વડે ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના કોલવડા ગામના નામચીન જશુ પટેલના નાના ભાઇ ઘનશ્યામ પટેલની તેમની પત્ની અને દીકરીએ ભેગા મળી નિર્મમ હત્યા કરી નાખી હતી.

આરોપી પત્નીનું નામ રિશીતા છે અને તેણે આ ઘટનાની વિગત પોલિસ સમક્ષ પણ રજૂ કરી છે. તેણે જણાવ્યુ કે, પતિએ દીકરી ઘરમાં હોવા છત્તાં પત્ની પાસે શરીર સુખની જીદ કરી હતી અને પત્નીએ ના પાડતા મૃતક ઘનશ્યામ પટેલે દીકરી પર નજર બગાડી હતી અને તેને પકડી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે મૃતક વર્ષો પહેલા ગેરેજ ચલાવતો હતો. તેણે રિશીતા સાથે લગભગ 17 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા જે મૂળ ખેડાના માતરની વતની છે. ઘનશ્યામ પટેલ અને રિશીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતથી જ ઘનશ્યામને વધુ દારૂ પીવાની ટેવ હતી. તે શંકાશીલ સ્વભાવનો પણ હતો. રોજ ઘર કંકાસ પણ થતો હતો.

ત્યારે લગ્ન જીવન દરમિયાન રિશીતા અને ઘનશ્યામ પટેલને એક દીકરી પણ થઇ હતી. જે 15 વર્ષની છે. તે ધોરણ 9માં અભ્યાસ કરે છે. રોજ ઘર કંકાસ અને મારઝૂડને કારણે રિશીતા તેની દીકરીને લઇને રિસાઇ તેની માતા સાથે અમદાવાદ ચાંદખેડા રહેતી હતી.લગભગ અઠવાડિયાથી રિશીતા તેની પુત્રીને લઈને કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી, પરંતુ ઘનશ્યામ તો સુધર્યો ન હતો. જેના કારણે મા દીકરીએ ભેગા મળીને 23 જૂનના રોજ ઘનશ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ મામલે પેથાપૂર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જે બાદ માતા અને દીકરીએ હત્યા કરી હોવાની થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આરોપી પત્ની રિશીતાએ કહ્યુ કે, તેનો પતિ દારૂના નશામાં જ શરીર સંબંધ બાંધતો અને બળજબરી સેકસ્યુઅલ એબ્યુઝ પણ કરતો. તે રિશીતાના ચારિત્ર્ય પર શંકા પણ કરતો હતો અને નશાની હાલતમાં માતા અને પુત્રી સાથે મારઝૂડ પણ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી રિશીતા કંટાળી તેની દીકરી સાથે અમદાવાદ રહેવા જતી રહી હતી.

જો કે, તેણે થોડા સમયથી દારૂ પીવાનું બંધ કર્યુ હોવાની જાણ થઇ હતી. દારૂની એવી ખરાબ અસર ઘનશ્યામ પર થઇ હતી કે તે આખી રાત જાગતો અને તેનો સ્વભાવ પણ એગ્રેસિવ થઈ ગયો હતો.બુધવારે રાત્રે પણ તે આખી રાત જાગ્યો અને સવાર પડતા જ મા-દીકરી સાથે ગાળાગાળી કરવા લાગ્યો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલતો હતો.જે બાદ થોડીવાર પછી તેણે રિશીતા સાથે શરીર સુખની માંગણી કરી અને દીકરી ઘરમાં હોવાથી રિશીતાએ ના કહી દીધી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ રિશીતા વાસણ ઘસવા બેસી ત્યારે ઘરમાં રહેલી 15 વર્ષની દીકરી સાથે તેણે શારીરિક અડપલા શરૂ કર્યા અને તેને પકડી લીધી. જે બાદ દીકરીએ બૂમાબૂમ કરી અને રિશીતા દોડી આવી. ત્યારે મૃતકે તેની દીકરીને પકડી રાખી હતી અને આ દરમિયાન ઝપાઝપી થઇ હતી. ત્યારે દીકરીએ આ વાતથી હચમચાઇ જઇને પેપર કટરનો આગળનો અણીદાર ભાગ પિતાના ગળામાં માર્યો હતો અને રિશીતાએ લોખંડનો દસ્તો માથામાં માર્યો હતો.

જેના કારણે લોહીના ફુવારા પણ ઉડ્યા હતા અને ઘનશ્યામ મોતને ભેટ્યો હતો. ઘનશ્યામની હત્યાને અંજામ આપ્યા બાદ માતા અને પુત્રી બંને કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા અને પછી સગાને જાણ કરી હતી. જે બાદ આખી ઘટના બહાર આવી હતી.રિશીતાના લગ્ન પહેલા ગોલી સાથે થયા હતા, તે તેના પતિ ગોલી સાથે કોલવડા રહેવા આવી હતી. પતિના અવસાન બાદ તેને ઘનશ્યામ પટેલ સાથે આંખ મળી હતી અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.

હાલ તો રિશીતાની થિયરી પર પોલિસ તપાસ કરી રહી છે. તે છેલ્લા દોઢ વર્ષથી કોના સંપર્કમાં હતી તેની કુંડળી કાઢવા રિશીતાના ફોનના CDR પણ મંગાવવામાં આવ્યા છે. આ પ્રકરણમાં બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે જાણવા આસપાસના વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.