મનોરંજન

તારક મહેતાના ચાહકો માટે દુઃખદ સમાચાર, શોમાં વાપસી કરી ચૂકેલા નટુકાકા ફરીથી પહોંચ્યા હોસ્પિટલ, જાણો સમગ્ર વિગત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. એવું જ એક પાત્ર છે આ શોના નટુકાકાનું. જેને અભિનેતા ઘનશ્યામ નાયક ભજવી રહ્યા છે.

નટુકાકાએ થોડા સમય પહેલા જ કેન્સરની સર્જરી કરાવી હતી, જેના બાદ હાલમાં તે શોના સેટ ઉપર પરત ફર્યા હતા, પરંતુ હાલ ખબર આવી રહી છે કે નટુકાકા ફરી પાછા હોસ્પિટલ પહોંચ્યા છે.

સપ્ટેમ્બર 2020માં 77 વર્ષના ઘનશ્યામ નાયકના ગળાની અંદર8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી. જેના બાદ તેમના ગળાની સર્જરી કરી અને ડોકટરે ગાંઠો કાઢી નાખી હતી. હવે ઘનશ્યામ નાયકના દીકરાએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં અમે તેમના ગળાનું પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન કરાવ્યું હતું. જેમાં ફરીથી કેટલાક સ્પોટ મળ્યા હતા.

તેમના દીકરાએ વધુમાં જણાવ્યું હતું કે “જો કે તેમને વધારે કોઈ તકલીફ નહોતી. પરંતુ અમે કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા. જેના કારણે અમે ફરીથી કેમોથેરપી શરૂ કરાવી દીધી છે. તેમની સારવાર એજ હોસ્પિટલમાં એજ ડોકટરો પાસે થઇ રહે છે જેમની પાસે પહેલા થતી હતી.

તમને જણાવી દઈએ કે નટુકાકા ગયા અઠવાડીએ ગુજરાતના દમણમાં થઇ રહેલા તારક મહેતાના સ્પેશિયલ એપિસોડના શૂટિંગમાં પણ પહોંચ્યા હતા. પોતાના શૂટિંગના અનુભવ વિશે ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, “તબિયત સારી છે.

પરંતુ ટ્રીટમેન્ટ ફરીથી શરૂ થઇ ગઈ છે. હાલમાં કીમોથેરેપી ચાલી રહી છે. ચારી મહિના પછી મેં એક સ્પેશિયલ સીન શૂટ કર્યો અને હું ફરીવાર ખુબ જ એન્જોય કરી રહ્યો છું.”

હાલ ઘનશ્યામ નાયકની સારવાર ચાલી રહી છે. હવે પછીના એપિસોડમાં નટુકાકાની એન્ટ્રી થઇ શકે છે કે કેમ તેના ઉપર પણ સસ્પેન્સ બનેલો છે. હવે નટુકાકા આ શોમાં ક્યારે પરત ફરશે તે તો આવનારા થોડા સમય બાદ જ ખબર પડશે. હાલ દર્શકો તેમના પરત ફરવાની અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.