મનોરંજન

કેન્સર સામે ઝઝૂમી રહેલા તારક મહેતાના નટુકાકા એ વ્યક્ત કરી હતી પોતાની છેલ્લી ઈચ્છા, દીકરાએ જણાવી નટુકાકા વિશેની મોટી વાત

તારક મહેતા સૌથી ફેમસ એક્ટર નટુકાકા(ઘનશ્યામ નાયક)નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં.

આની પહેલા પણ ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. ત્યારે પણ એક્ટર મુશ્કેલ સમયમાં પણ સતત કામ કરી રહ્યાં હતાં. 77 વર્ષની ઉંમરે પણ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યુ હતું. ઘનશ્યામ નાયક રંગમંચ,ભવાઇના પ્રસિદ્ધ કલાકાર પણ હતાં. નટુકાકા ઘરે ઘરે જાણિતા હતા. તેમના નિધન અંગે તારક મહેતાના ડાયરેક્ટર અસિત મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

Image Source

દર્શકોને છેલ્લા 13 વર્ષથી ભરપૂર મનોરંજન કરાવી રહેલ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી ઘણી ખબરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. આ શોના કલાકારો પણ સતત  ચર્ચામાં રહેતા હોય છે. તારક મહેતામાં કામ કરનાર અભિનેતા ઘનશ્યામ નાયક જે આ ધારાવાહિકમાં નટુકાકાનું પાત્ર નિભાવી રહ્યા છે, તેમને થોડા સમય પહેલા જ કેન્સરની સર્જરી કરાવી.

નટુકાકાએ કેન્સરની સર્જરી કરાવ્યા બાદ હાલમાં તે શોના સેટ ઉપર પણ પરત ફર્યા હતા, પરંતુ તેમને ફરી પાછા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હોવાની ખબરો પણ આવી હતી. જેના બાદ ચાહકોમાં દુઃખની લાગણી પણ હતી.

77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોને મનોરંજન કરાવી રહેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના ગળાની અંદર કેટલાક સ્પોટ દેખાયા હતા. જેના બાદ તેમને ડોક્ટરને બતાવ્યું હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં જ તેમને કેન્સર ડિટેકટ થયું હતું અને જેના બાદ ચાહકો તે સ્વસ્થ થઇ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

ઘનશ્યામ નાયકના પરિવારજનોએ કીમોથેરેપી સેશન્સ પણ શરૂ કરાવી દીધા છે. ચાહકો પણ ઈચ્છે છે કે નટુકાકા જલ્દી જ શોના સેટ ઉપર પરત ફરે. જો કે આ બધા વચ્ચે એક એવી ખબર આવી રહી છે કે નટુકાકાએ પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું છે કે જો તેમનું નિધન થાય તો તે મેકઅપ પહેરીને મરવા ઈચ્છે છે.

ઇન્સ્ટન્ટ બૉલીવુડ નામના એક પ્રમાણિત ઇન્સ્ટાગ્રામ પેજના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ પ્રમાણે નટુકાકાએ કહ્યું છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે. નટુકાકા છેલ્લા કેટલાય વર્ષોથી તારક મહેતા શોમાં કામ કરી રહ્યા છે અને દર્શકોને પણ ભરપૂર મનોરંજન કરાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

નટુકાકા ગયા અઠવાડીએ ગુજરાતના દમણમાં થઇ રહેલા તારક મહેતાના સ્પેશિયલ એપિસોડના શૂટિંગમાં પણ પહોંચ્યા હતા. પોતાના શૂટિંગના અનુભવ વિશે ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, “તબિયત સારી છે.”

સપ્ટેમ્બર 2020માં 77 વર્ષના ઘનશ્યામ નાયકના ગળાની અંદર 8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી. જેના બાદ તેમના ગળાની સર્જરી કરી અને ડોકટરે ગાંઠો કાઢી નાખી હતી. હવે ઘનશ્યામ નાયકના દીકરાએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં અમે તેમના ગળાનું પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન કરાવ્યું હતું. જેમાં ફરીથી કેટલાક સ્પોટ મળ્યા હતા.

તેમના દીકરાએ વધુમાં જણાવ્યું હતું કે “જો કે તેમને વધારે કોઈ તકલીફ નહોતી. પરંતુ અમે કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા. જેના કારણે અમે ફરીથી કેમોથેરપી શરૂ કરાવી દીધી છે. તેમની સારવાર એજ હોસ્પિટલમાં એજ ડોકટરો પાસે થઇ રહે છે જેમની પાસે પહેલા થતી હતી.