આર્થિક તંગીથી ગુજરી રહ્યા છે “તારક મહેતા”ના નટ્ટુ કાકા ? અભિનેતાએ જણાવી હકિકત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને ઘણી જગ્યાએ તો બીજીવાર લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ. મુંબઇમાં પણ છેલ્લા 1.5 મહિનાથી લોકડાઉન લાગેલુ છે. શુટિંગ ઠપ છે.

ખાસ કરીને સિનિયર સ્ટાર્સ સેટ પર શુટિંગ માટે નથી આવી રહ્યા. એવામાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક પણ શુટિંગ કરવા નથી જઇ રહ્યા, હવે તેમને લઇને અફવાઓ આવી રહી છે કે, તેઓ આર્થિક તંગીથી પરેશાન છે.

ટાઇમ્સ ઓફ ઇંડિયા અનુસાર, તેમણે કહ્યુ, હું સમજી શકતો નથી કે લોકો આસપાસ આટલી નેગેટીવિટી કેમ ફેલાવી રહ્યા છે ? મેં શોથી બ્રેક નથી લીધો.

સ્થિતિ એવી છે કે, સિનીયર આર્ટિસ્ટ મહારાષ્ટ્ર બહાર શુટ નથી કરી શકતા. બધી બાજુથી અમે સાવધાનીઓ રાખી રહ્યા છે અને મેકર્સએ અમારી ભલાઇ માટે નિર્ણય લીધો છે. હું બેરોજગાર નથી. ટીમ અમારી દેખરેખ કરી રહી છે. હું શુટિંગ પર જલ્દીથી જલ્દી પાછો આવવાની ઉમ્મીદ કરી રહ્યો છુ.

ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામ નાયક કેટલાક મહિના પહેલા સર્જરીને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે તે પૂરી રીતે ઠીક મહેસૂસ કરી રહ્યા છે. આર્થિક તંગી વાળી વાત પર તેમણે કહ્યુ કે, હું કોઇ પણ રીતની આર્થિક તંગીથી નથી ગુજરી રહ્યો. હું ઘરે મારો સમય એન્જોય કરી રહ્યો છુ.

મારા નાતી-પોતા અને બાળકો લોકોની મદદ કરી રહ્યા છે, જેને જોઇને હું ખુશ થઉં છુ. ના તો હું બેરોજગાર છુ અને ના તો કોઇ પ્રકારની આર્થિક તંગીથી ગુજરી રહ્યો છુ.

Shah Jina