અંતિમ સંસ્કાર પહેલા દીકરાએ નટુકાકાની પૂરી કરી અંતિમ ઇચ્છા, જાણો શુ હતી…

ટીવી ઇન્ડસ્ટ્રી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મશહૂર કલાકાર ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારના રોજ તેમનું નિધન થઇ ગયુ હતુ, તેમના સોમવારના રોજ કાંદિવલી વેસ્ટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. એપ્રિલ મહીનામાં તેમના ગળામાં કેટલાક સ્પોટ્સ મળ્યા હતા અને જે બાદ તેમનું ઓપરેશન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા.

ઘનશ્યામ નાયક એક સાચા કલાકાર હતા. તેમણે કહ્યુ હતુ કે, તેઓ તેમના અંતિમ દિવસ સુધી કામ કરતા કરતા આ દુનિયાથી જવા માંગતા હતા. આ સાથે જ તેમની અંતિમ ઇચ્છા એ હતી કે તેઓ જયારે આ દુનિયાને અલવિદા કહે તો તેમના ચહેરા પર મેકઅપ હોય, એવી રીતે જે રીતે શોટ પર જવા પહેલી તેમનો મેકઅપ થતો હતો.

ઘનશ્યામ નાયકની આ ઇચ્છા દીકરા વિકાસે પૂરી કરી. તેમના માટે વિકાસે ખાસ મેકઅપ આર્ટિસ્ટ બોલાવ્યા જેમણે ઘનશ્યામ નાયકને અંતિમ યાત્રા પહેલા મેકઅપ કર્યો. બધાના પસંદગીતા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે એ સાબિત કરી દીધુ કે એક કલાકાર હંમેશા કલાકાર જ હોય છે.

જણાવી દઇએ કે, તારક મહેતા શોમાં નટુકાકા જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતા જોવા મળતા હતા. એવામાં તેમના નિધનની જાણકારીથી તેમના ચાહકોને ઘણો ઊંડો આઘાત લાગ્યો છે. બધા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘનશ્યામ નાયકે વર્ષ 1960માં આવેલી ફિલ્મ “માસૂમ”થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે “હમ દિલ દે ચૂકે સનમ”માં પણ જોવા મળ્યા હતા. તેમને અસલી સફલતા “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી હતી.

દિવ્ય ભાસ્કર અનુસાર, શોમાં જે બકાનો રોલ પ્લે કરે છે, તે ઘણીવાર સુંદર સાથે જોવા મળે છે. તેણે વાતચીતમાં કહ્યુ હતુ કે ઘનશ્યામજી ઇચ્છતા હતા કે તેઓ સ્ટેજ પર કે શોના ટીમ મેમ્બર્સ સાથે અંતિમ શ્વાસ લે તેઓ હંમેશા કહેતા હતા કે તમે ભગવાનને પ્રાર્થના કરજો કે હું અભિનય કરતા કરતા જ મારા જીવનના છેલ્લા શ્વાસ લઉં. તેણે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, તેમને અમે સાંત્વના આપતા હતા કે તમે આવું ન બોલો.

શોમાં બકાનો રોલ કાંતિ જોશી પ્લે કરે છે, તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યુ કે, તેમની છેલ્લી ઇચ્છા મેકઅપ સાથે દુનિયામાંથી જવાની હતી ત્યારે તેમણે આ ઇચ્છા પૂરી કરી. તેમણે ઘનશ્યામ નાયકની તબિયત વિશે કહ્યુ હતુ કે, 3 ઓક્ટોબરના રોજ સાંજે તેમની તેમની તબિયત બગડી હતી અને તેમને સૂચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે ત્યાં છેલ્લા શ્વાલ લીધા.

Shah Jina