નટૂ કાકાએ કેન્સરની ટ્રિટમેન્ટ દરમિયાન કર્યું શૂટિંગ, જુઓ અત્યારે કેવી હાલત થઇ ગઈ
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય પણ છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે, નટુકાકાનું.
શોમાં નટુકાકાનો રોલ પ્લે કરી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકની એકવાર ફરી સારવાર શરૂ થઇ ગઇ છે. તેમના દીકરા વિકાસે હાલમાં થોડા સમય પહેલા જ જણાવ્યુ હતુ કે, તેમના ગળામાં કેટલાક સ્પોટ્સ મળ્યા છે, જેને કારણે તેમની આગળની ટ્રીટમેન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નટુકાકા આ દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેમને ગળામાં કેટલાક સ્પોટ્સ મળ્યા છે અને તેઓ ટ્રીટમેન્ટ માટે પરત ફર્યા છે, જેને કારણે તેઓ શોમાં જોવા મળતા નથી. નટુકાકા છેલ્લે 21 જૂનના રોજ શોમાં નજર આવ્યા હતા, જેમાં તેઓ જેઠાલાલ સાથે ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા.
છેલ્લા સપ્તાહે 77 વર્ષિય ધનશ્યામ નાયક ગુજરાતના દમણ શહેર “તારક મહેતા”ના સ્પેશિયલ એપિસોડ શુટિંગ માટે ગયા હતા. તેઓ તેમની કીમોથેરેપી સેશન ચાલી રહી છે. તેમણે લગભગ 4 મહિના બાદ દમણમાં એક સ્પેશિયલ સીન શુટ કર્યો હતો અને જેમાં તે જેઠાલાલ સાથે ફોન પર વાત કરતા શોમાં નજરે પડ્યા હતા.
નટુકાકાની સતત ટ્રીટમેન્ટ બાદ તેમની તબિયતમાં સુધાર આવ્યો છે. તેમને આ વર્ષે એપ્રિલમાં કેન્સર ડિટેક્ટ થયુ હતુ અને તે બાદથી ચાહકો તેમના સાજા થવાની અને શોમાં જલ્દી જ પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે.