ખબર

13 દિવસ બાદ તારક મહેતાના નટુકાકાના તબિયતને લઈને આવ્યા સારા સમાચાર, લોકોની દુવા કામ લાગી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટુ કાકાનો રોલ નિભાવતા એક્ટર ઘનશ્યામ નાયકને છેલ્લા 2 અઠવાડિયા બાદ મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 76 વર્ષના નટુ કાકાના ગળામાં 8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ghanshyam Nayak (@g_nayak1954) on

આ બાદ ડોકટરોએ સર્જરી કરીને 8 ગાંઠ કાઢી હતી. નટુ કાકાની તબિયતમાં સુધારો થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.સર્જરી કર્યા બાદ ત્રણ દિવસ સુધી તો તે કંઈ બોલી શક્યા ના હતા અને ખાઈ શક્યા ના હતા.

Image source

એક ઇન્ટરવ્યુ દરમિયાન ઘનશ્યામના પુત્ર વિકાસ નાયકે કહ્યું કે, આ વર્ષ અમારા પરિવાર માટે મુશ્કેલભર્યું રહ્યું છે. શરૂઆતમાં મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેને 10 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Image source

કેટલાક સમય બાદ મે મહિનામાં મને કોરોના થઇ ગયો હતો. મને 10 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા મહિના પછી પિતાની બીમારીની ખબર પડી. તેની ગળા પર મોટી સર્જરી કરવામાં આવી હતી.

Image source

ઘનશ્યામ નાયકની તબિયત અંગે વિકાસએ કહ્યું કે, તેમની સારવાર હજુ પૂરી થઈ નથી તેમ છતાં તેમને આજે રજા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તેની સારવાર થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે, જેના માટે અમે થોડા મહિના હોસ્પિટલમાં રહીશું.

ઘનશ્યામના પુત્ર વિકાસએ કહ્યું કે, જેનો અમને ડર હતો તેને ગળામાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તેની ફોલોઅપ સારવારમાં ફક્ત એટલી કાળજી લેવી પડશે કે રોગ પાછો ફરી ના આવે. હા, કેન્સરનો ભય ચોક્કસપણે હતો, પરંતુ હવે આ ડર નીકળી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.