કોંગ્રેસના ઉમેદવારે જાહેરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ, EVMનું શીલ ખૂલેલું જોતાં…

કોંગ્રેસના આ ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ: પટ્ટા વડે ગળે ટૂંપો ખાઇ કર્ય આપઘાતનો પ્રયાસ

ગુજરાતની 182 સીટોમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી થઈ હતી, જેની મતગણતરી ચાલુ છે. ચૂંટણીના પરિણામો પણ ધીરે ધીરે આવી રહ્યા છે. અત્યાર સુધી અનેક સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ગાંધીધામના ઉમેદવાર ભરત સોલંકીએ પણ મતગણતરી મથકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ભરત સોલંકીએ EVM ખરાબ હોવાનો આક્ષેપ કરીને ગળામાં ફાંસો બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરત સોલંકીએ EVM યોગ્ય રીતે સીલ ન થયાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં કેટલાક EVMમાં ​​સહીઓ પણ ન હતી. ભરત સોલંકી કાઉન્ટિંગ રૂમમાં ધરણા પર બેસી ગયા હતા. આ પછી, આરોપો પર કોઈ કાર્યવાહી ન થતાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

રાઉન્ડ 5 દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા તેમણે વાંધો ઉઠાવ્યો હતો અને ઇબીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે ગળે ટૂંપો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા અને વહીવટી તંત્રના અધિકારીઓએ ઉમેદવારને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા. જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ભરત સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યુ હતું કે,

તે મીઠામાં જ જન્મ્યા છે અને મીઠામાં જ મરશે. આજે પણ તે એ જ પ્રમાણે મીઠાના અગરમાં જરૂર પડે તો કામ કરી શકે છે. તે ગાંધીધામની ત્રણથી ચાર સોલ્ટ એકમ હેઠળ મીઠાનું છૂટક વેચાણ કરે છે. તેમણે ભૂતકાળના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, 9 જૂન 1998ના કચ્છમાં આવેલા વિનાશક વાવાઝોડામાં તેમણે પરિવારના 9 સભ્યોને ગુમાવ્યા હતા.

Shah Jina