દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

મા-બાપની અમુક ટેવથી જો તમને ગુસ્સો આવતો હોય તો આ લેખ જરૂર વાંચજો

જીવનનો એક પડાવ એટલે ઘડપણ. જે ના ચાહવા છતાં પણ જરૂર આવે છે. કોઈ તેને આજદિન સુધી રોકી શક્યું નથી. ના રોકી રકશે. આપણી પાસે ચિરાયુ જેવું રેશમી વસ્ત્ર તો છે નહિ જેને પહેરીને કાયમ જુવાન રહી શકાય. અને ચિરાયુ પણ ક્યાં એમાંથી બચી શક્યો હતો? ચહેરા ઉપર આર્ટિફિશિયલ ગમે એટલી ચમક કરી લો. પણ સમય સાથે ઘડપણને છુપાવી શકાય એવો કોઈ કીમિયો આજ દિન સુધી બન્યો નથી.

Image Source

આપણે સમાજમાં અને આપણા ઘરમાં ઘણા ઘરડા વ્યક્તિઓને જોઈએ છીએ. અને ત્યારે કદાચ મનમાં વિચાર પણ આવતો હશે કે… “ઘડપણ ના હોય તો સારું.” ઘડપણની એક આવી જ કડવી હકીકત એક દાદાના શબ્દોમાં આંખ ભીની થઇ જાય એ રીતે લખાઈ છે.

ઘડપણનો બળાપો

બાળકે દાદાને પૂછ્યું “ઘડપણ” એટલે શું દાદુ..?

દાદા: તારી મમ્મીને સમય મળે ત્યારે….
ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ડપણ

ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ડપણ

ધ્રુજતા હાથેચા પીતા પીતા થોડી ઢોળાય ને….
જાતે પોતું મારવું પડે… નહીં તો તારી મમ્મી રાડું નાખશે તે ડપણ

સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ડપણ

નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવાનું તે ડપણ

બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી,

ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ડપણ

નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરાને તેની મમ્મી નાસ્તો કરતા હોય… પણ… જોઈને રાજી થવાનું… ને પેટને મનાવી લેવાનું…
ને સાંજ સુધી બહાર રેવાનું… તે ડપણ

Image Source

અંતે તે દાદાએ કહયું કે…

“બેટા…! “ઘડપણ” બહું જ ખરાબ છે…!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી…!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા…!

Image Source

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે…
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે…

આપણા સમાજની નરી વાસ્તવિકતા!!!
માહિતી: ફેસબુક તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.