...
   

અમદાવાદ : લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી ઉતારી મોતને ઘાટ- જાણો કારણ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના સરદારનગરમાંથી હત્યાનો મામલો સામે આવ્યો. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરી દીધી. પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી, પણ પ્રેમી લગ્ન કરવા ઈચ્છતો નહોતો ત્યારે આ વાતને લઈ બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા.

જો કે, પ્રેમીનું મગજ જતા તેણે પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરી દીધી. ત્યારે આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપીએ હત્યાને લઇને અનેક ખુલાસા પણ કર્યા છે. આરોપી પ્રેમીએ કહ્યુ કે બંને એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને પ્રેમી પણ લિવ ઇન રિલેશનશિપ જ રાખવા માંગતો હતો, પણ પ્રેમિકા અવાર-નવાર લગ્ન માટે દબાણ કરતી હતી.

જેને લઇને ઝઘડા દરમિયાન પ્રેમીએ તેની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનામાં પોલીસે બંનેના માતા-પિતાને જાણ કરી હતી અને તેમના નિવેદન લીધા હતા. આ સાથે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસને તપાસમાં પ્રેમિકાના મોબાઈલમાથી કોઈ ચેટ કે અન્ય મેસેજ નથી મળી આવ્યા.

Shah Jina