ધ કેરલ સ્ટોરી જેવી ઘટના બની: હિંદુ યુવતિએ ફિલ્મ જોઈને બોયફ્રેન્ડ મોહમ્મદ ફૈઝાન વિરૂદ્ધ લવ જેહાદનો મામલો દાખલ કર્યો, જાણો સમગ્ર મામલો
Case Against BF: ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. એવામાં મધ્યપ્રદેશના ઇન્દોરથી એક મામલો સામે આવ્યો છે, જેમાં એક હિંદુ યુવતિ તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે આ ફિલ્મ જોવા ગઇ હતી અને ફિલ્મ જોયા બાદ તેના અને તેના બોયફ્રેન્ડ વચ્ચે વિવાદ થઇ ગયો. જે બાદ હવે યુવતિએ તેના બોયફ્રેન્ડ પર ધર્મ પરિવર્તન માટે દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો છે અને તેના પર કેસ દાખલ કર્યો છે.
ઇન્દોરના ખજરાના પોલિસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતિની ફરિયાદ પર પોલિસે ફૈઝાન નામના વ્યક્તિ વિરૂદ્ધ લવ જેહાદનો મામલો દાખલ કર્યો છે. એક યુવતિએ ફૈઝાન પર પોતાનું અસલી નામ છુપાવી તેની સાથે મિત્રતા કરી અને દુષ્કર્મ કર્યુ. યુવતિની ફરિયાદ બાદ પોલિસે ફૈઝાનની ધરપકડ કરી હતી. થાના પ્રભારી દિનેશ વર્માએ જણાવ્યું કે, પીડિતા દ્વારા હારૂન કોલોનીમાં રહેતા મોહમ્મદ ફૈઝાન ખાન વિરુદ્ધ ઉદિતા દ્વારા અરજી આપવામાં આવી હતી.
જે મુજબ યુવતીની ઓળખ ચાર વર્ષ પહેલા કોચિંગ ક્લાસમાં મોહમ્મદ ફૈઝાન સાથે થઈ હતી. બંને ગાઢ મિત્રો બની ગયા અને થોડા સમય બાદ ફૈઝાને પીડિતાને લગ્નના બહાને ફોસલાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જે બાદ ફૈઝાન સતત પીડિતાને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતો હતો. ફૈઝાને પીડિતાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવા માટે ઘણીવાર માર પણ માર્યો હતો. જે બાદ પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે બે દિવસ પહેલા બંને ધ કેરલ સ્ટોરી ફિલ્મ જોવા ગયા હતા. જે બાદ ફરી આરોપી ફૈઝાને યુવતીને ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું હતું. આ પછી બંને વચ્ચે ઝઘડો થયો અને યુવતીએ હિંમત ભેગી કરી ફરિયાદ દાખલ કરાવી, એવું સામે આવ્યુ છે કે યુવતિ અને ફૈઝાન બંને છેલ્લા આઠ મહિનાથી સાથે રહેતા હતા.
આ દરમિયાન ફૈઝાને યુવતીને ઘણી વખત ધર્મ પરિવર્તન કરવા કહ્યું હતું. ફિલ્મ જોયા બાદ પીડિતાએ ફૈઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હવે તપાસ ચાલી રહી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે જ્યારે તે આરોરીને લગ્ન કરવાનું કહેતી તો તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો.
યુવતીના કહેવા પ્રમાણે, તેણે ફૈઝાનને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરી જોવા જવા કહ્યું હતું, પરંતુ તે સંમત ન હતો. બાદમાં કોઈક રીતે તે ફિલ્મ જોવા જવા માટે રાજી થયો અને ફિલ્મ જોયા બાદ યુવતીમાં હિંમત આવી અને તેણે ફૈઝાન સામે કેસ કર્યો.