ગર્લફ્રેન્ડે લાઇવ લોકેશન ટ્રેસ કરી બોયફ્રેન્ડને અન્ય છોકરી સાથે રંગેહાથ ઝડપી પાડ્યો, પછી આપ્યુ એવું દર્દનાક મોત કે…

ઘણીવાર પ્રેમ સંબંધમાં કે લગ્ન સંબંધમાં દગો આપવાની ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર આવા દગા ખૌફનાક રૂપ પણ ધારણ કરી લેતા હોય છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યે છે, જેમાં પ્રેમમાં દગો ખાધેલી યુવતીએ તેના બોયફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરી નાખી. છોકરીએ બોયફ્રેન્ડને મારવા માટે એપ્પલ એરટેગનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે. યુવતીએ બીજી યુવતીને મારવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ઘટનાની વિગત જાણીએ તો, આરોપી યુવતીની ઓળખ 26 વર્ષિય ગેલિન મોરિસ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મોરિસને શંકા હતી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને બીજી છોકરીને ડેટ કરી રહ્યો છે. જેના કારણે તેણે બોયફ્રેન્ડને શોધવા માટે એપલ એરટેગનો ઉપયોગ કર્યો અને તેનું લોકેશન સર્ચ કર્યું.’ડેઇલી મેઇલ’ના રિપોર્ટ અનુસાર, મોરિસને તેના બોયફ્રેન્ડનું લોકેશન ઇન્ડિયાનાપોલિસમાં મળ્યું.

ત્યારે તે એક પબમાં હતો અને તેની સાથે અન્ય છોકરી પણ હતી. મોરિસે દેખીતી રીતે એક સાક્ષીને કહ્યું કે તે સ્મિથની ગર્લફ્રેન્ડ છે. તેણે વધુમાં કહ્યું કે સ્મિથ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. ઈન્ડિયાનાપોલિસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના તપાસકર્તાઓએ જણાવ્યું કે જ્યારે મોરિસ ત્યાં પહોંચી ત્યારે તેણે બોયફ્રેન્ડ આન્દ્રે સ્મિથ સાથે ઝઘડો શરૂ કર્યો. વિવાદ દરમિયાન મોરિસે દારૂની ખાલી બોટલ સાથે એક છોકરીને મારવાનો પ્રયાસ કર્યો. તેના હુમલાના પ્રયાસને સ્મિથે નિષ્ફળ બનાવ્યો હતો, ત્યારબાદ ત્રણેયને પબની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

Apple AirTag

જેવા તે પબમાંથી બહાર નીકળ્યા કે મોરિસ તેની કારમાં બેસી ગઇ અને તેણે તેના બોયફ્રેન્ડને કારથી ટક્કર મારી હતી. જ્યાં સુધી તેણે પોતાનો જીવ ગુમાવ્યો નહિ ત્યાં સુધી તેણે તેના બોયફ્રેન્ડને કચડી નાખવાનું ચાલુ રાખ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, મોરિસે ત્રણ વખત મૃતક પર કાર ચઢાવી. જણાવી દઇએ કે, એપ્પલ એરટેગ એ સિક્કા-આકારના ઉપકરણો છે જેને ચાવીઓ, બેકપેક, વોલેટ્સ અને બીજા સાથે જોડી શકાય છે જેથી લોકોને આઇફોન મારફતે ટ્રેક કરવામાં મદદ કરી શકે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના જાણીતા શહેર ઇન્ડિયાનાપોલિસમાંથી સામે આવી છે.

Shah Jina