ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીક યુવતિઓ કે મહિલાઓ તેમના પતિ કે પ્રેમી સાથે મળી યુવક કે આધેડને પોતાની જાળમાં ફસાવે છે અને પછી એકાંતમાં મળવા બોલાવી તેમની સાથે એવું કામ કરે છે કે જેના દ્વારા તે બ્લેકમેઇલ કરી તેમની પાસેથી પૈસા પડાવી શકે. હાલમાં અમદાવાદમાંથી એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લવ કે લિયે સાલા કુછ ભી કરુંગી એ કહેવત યુવતિ સાબિત કરી રહી છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે જ્યારે તે થાય છે ત્યારે લોકો કંઈપણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે.
અમદાવાદમાં એક પ્રેમિકાએ પ્રેમી માટે એવું કર્યું કે સાંભળીને લોકો ચોંકી ઊઠ્યા. આ યુવતીએ રસ્તા પર જતા એક યવુકને ઇશારામાં ફસાવ્યો અને પછી આ યુવક જ્યારે યુવતીની લોભામણી અદાઓમાં ફસાઈ ગયો અને નંબરની આપ-લે થઇ તે પછી બન્યું એવું કે યુવક લૂંટાઇ ગયો. નંબરની આપ લે બાદ યુવતીએ યુવકને ફોન કર્યો અને કહ્યું કે તમે મને ખૂબ ગમો છો. જે પછી યુવતિએ તે યુવકને મળવા બોલાવ્યો અને ત્યારે તેનો રિયલ બોયફ્રેન્ડ પણ તેની સાથે હતો. જેણે તેને ફસાવીને માર માર્યો અને યુવતી તેમજ તેના બોયફ્રેન્ડે ભેગા મળીને ફસાવેલા યુવક પાસેથી કિંમતી વસ્તુઓ પણ લઇ લીધી હતી.
ત્યારે આ મામલે માધવપુરા પોલીસે કાર્યવાહી કરી એક યુવક અને એક યુવતીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો અને આ દરમિયાન તેની બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ. નંબરની આપ લે થયા બાદ યુવતીએ બીજા દિવસે યુવકને મળવા બોલાવ્યો અને યુવક મળવા જતા તેણે તેના રિયલ બોયફ્રેન્ડ સાથે મળી યુવકને છરો બતાવ્યો અને તેનો મોબાઈલ તેમજ પાકીટ પડાવી લીધુ. આ ઘટના બાદ યુવકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કાર્યવાહી કરી બે લોકીન ધરપકડ કરી.
હર્ષ ઠાકોર કે જે દિલ્હી દરવાજા ખાતે સ્પેર પાર્ટની દુકાનમાં નોકરી કરે છે, તે 11 ફેબ્રુઆરીએ સાંજે બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે તેને એક અજાણી યુવતી મળી અને આ યુવતીએ તેનું નામ શીતલ જણાવ્યું હતું. આ યુવતિએ તેનો નંબર માગ્યો અને હર્ષે પણ નંબર આપ્યો હતો. અકબીજાના નંબરની આપ લે બાદ બંને છૂટા પડ્યા અને પછી બીજા દિવસે સાંજે શીતલે હર્ષને ફોન કરીને મળવા બોલાવ્યો. હર્ષ પણ યુવતિને મળવા દધીચી સર્કલ પાસે એક્ટિવા લઇને ગયો. ત્યારે ત્યાં એક અજાણ્યો 20-22 વર્ષનો યુવક પણ આવી પહોંચ્યો અને તેણે હર્ષને કહ્યું કે, આ છોકરી અને તારા વચ્ચે શું સંબંધ છે.
જે બાદ તેણે હર્ષનો કોલર પકડ્યો અને લાતો તેમજ ફેંટ મારવા લાગ્યો. આ દરમિયાન શીતલ પણ અજાણ્યા યુવક સાથે મળીને ગાળો બોલી ધમકાવવા લાગી અને અજાણ્યા યુવકે છરો કાઢી હર્ષના ગળા પર મૂકી મોબાઈલ ફોન અને પાકીટમાં રહેલા 500 રૂપિયા પડાવી લીધા. તે પછી તેમણે હર્ષને એવી પણ ધમકી આપી કે જો પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. ત્યારે આ મામલે હર્ષે માધવપુરા પોલીસ સ્ટેશનમાં શીતલ અને અજાણ્યા યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી હતી.