પાયલ અને અજયે મળી હત્યાની એવી રચી સાજિશ કે ફિલ્મની કહાનીને પણ પાછળ છોડી દીધી, હત્યાની કહાની વાંચી તમે પણ ધ્રુજી જશો

પિતાની મોતનો બદલો લેવા માટે છોકરીએ રચી સાજિશ, આ સ્ટોરી વાંચીને દ્રશ્યમ ફિલ્મ પણ ફિક્કી લાગશે

એક ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ સાથે મળીને હત્યાની સાજિશ રચી. હત્યા કર્યા બાદ ગર્લફ્રેન્ડે મૃતક યુવતીને તેના કપડાં પહેરાવી દીધા અને તેની ઓળખ ન થઇ શકે તે માટે ચહેરા પર ગરમ તેલ નાખીને સળગાવી દીધો. આ પછી ગર્લફ્રેન્ડે ઘરે એક સુસાઈડ નોટ પણ છોડી હતી. ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ સાથે ઘરેથી ભાગી ગઈ હતી.

પરિવારના સભ્યોએ તેને પાયલ સમજી તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટના બાદ જ્યારે પોલીસે ગુમ થયેલી યુવતીની શોધખોળ શરૂ કરી તો પાયલનો પ્રેમી પોલીસના હાથે ઝડપાઈ ગયો. પ્રેમ, બદલો અને હત્યાના રહસ્યની આ ચોંકાવનારી કહાની તેના પકડ્યા પછી ખુલી. પાયલ દાદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બધપુરા ગામમાં તેના માતા-પિતા અને ભાઈઓ સાથે રહેતી હતી. પાયલના પિતાએ બાદલપુરમાં રહેતા તેના એક પરિચિત પાસેથી પૈસા ઉછીના લીધા હતા.

પૈસા નહીં ચૂકવી શકવાને કારણે તેમણે પાયલના પિતાને પરેશાન કરવાનું શરૂ કર્યું. લગભગ 1 વર્ષ પહેલા પાયલના માતા-પિતાએ દેવાના કારણે આત્મહત્યા કરી હતી. તેમના મોત પછી પાયલે પૈસા આપનાર પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે) પાયલે ટીવી પર એક સિરિયલ જોઈ અને આખો પ્લાન તૈયાર કર્યો.

પાયલે ફેસબુક દ્વારા અજય ઠાકુર સાથે મિત્રતા કરી. થોડા દિવસો પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પાયલે અજયને એવી છોકરી લાવવા કહ્યું, જેની કદ-કાઠી તેના જેવી હોય. અજય ઠાકુરે ગૌર સિટી મોલમાં કામ કરતી એક યુવતીને બોલાવી, જેને તે પહેલાથી ઓળખતો હતો. યુવતીને લઈને અજય બુધપુરા પાયલના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બંનેએ મળીને યુવતીની હત્યા કરી અને તેને પાયલના કપડા પહેરાવ્યા.

પાયલે ત્યાં એક સુસાઈડ નોટ પણ છોડી હતી. યુવતીની ઓળખ છૂપાવવા માટે બંનેએ એસિડ અને ગરમ તેલથી તેનો ચહેરો સળગાવી દીધો હતો. ત્યારબાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા. પરિજનોએ આ લાશ પાયલની હોવાનું સમજી તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પોલીસે હત્યા કેસમાં અજય ઠાકુર અને પાયલને કસ્ટડીમાં લીધા છે. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે જઈને આ મામલે પણ તપાસ કરવામાં આવશે.

મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું કે મારી બહેન 12 નવેમ્બરના રોજ ડ્યુટી માટે નીકળી હતી પરંતુ તે ઘરે પહોંચી ન હતી, મેં સહકાર્યકરોને વાત કરી હતી, પરંતુ કંઈ ખબર પડી ન હતી. તે બાદ બે દિવસ વીતી ગયા પછી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે કોલ ડિટેઈલ મેળવી તપાસ શરૂ કરી. પોલીસને તેની કોલ ડિટેઈલમાં અજય ઠાકુરનો નંબર મળ્યો, પોલીસને ખબર પડી કે આ યુવક પણ તે જ દિવસથી ગામમાંથી ગુમ હતો. પોલીસે અજયની કોલ ડિટેલ્સ કાઢીને ટ્રેસ કરવાનું શરૂ કર્યું. પોલીસે અજયનું લોકેશન ટ્રેસ કરીને તેને કોલોનીમાંથી કસ્ટડીમાં લીધો હતો. છોકરીના ભાઇએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે પાયલના ઘરમાં એક છોકરની ચાકુ મારેલી અને તેજાબ નાખી હત્યા કરી દેવામાં આવી

તો તેને પરિવારજનોએ આત્મહત્યા કેવી રીતે સમજી. કોઇ પોતાનું ગળું કાપીને, પોતાના પર એસિડ નાખીને આત્મહત્યા કેવી રીતે કરી શકે ? તેના ભાઈઓએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી. હું કેવી રીતે માની શકું કે તે મારી બહેન છે, મેં 20 દિવસ પહેલા મારી બહેનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

IANSને મળેલી માહિતી અનુસાર અજય અને પાયલ પાસેથી એક પિસ્તોલ અને કેટલાક કારતૂસ પણ મળી આવ્યા છે. પાયલે આ આખો ખેલ એટલા માટે રચ્યો કારણ કે તે તેના માતા પિતાની મોતનો બદલો લેવા માંગતી હતી. એટલા માટે તે મૃત હોવાનો ડોળ કરી એ લોકોની હત્યા કરવા માંગતી હતી જેમણે તેના માતાપિતાને લોન આપી હતી અને પછી તેમને એટલા હેરાન કર્યા કે તેઓએ આત્મહત્યા કરી લીધી.

Shah Jina