વડોદરામાં નવા બોયફ્રેન્ડ સાથે મળી GFએ જૂના BFને મળવા બોલાવ્યો અને આંતરડું બહાર કાઢી નાખ્યું, ધ્રુજાવનારો કિસ્સો

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના બનાવો બને છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો, ગુરુવારે પ્રણય ત્રિકોણના પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો. એક પ્રેમિકાએ તેના નવી પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીને મોડી રાત્રે બહાર મળવા માટે બોલાવ્યો અને તેની હત્યા કરી દીધી.

છેલ્લા ઘણા સમયથી સગીર છોકરીના પૂર્વ પ્રેમી અને બોયફ્રેન્ડ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા અને એટલે ગુરુવારે પ્રેમિકાના નવા બોયફ્રેન્ડ અને આરોપી પાર્થ પરમારે પૂર્વ પ્રેમી પ્રહલાદને ફોન કરી મળવા બોલાવ્યો અને આ પછી ત્રણેય વચ્ચે ઝઘડો થતા હત્યાની ઘટના બની. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે આ ઘટનાક્રમ એક મહિલાએ જોઈ લીધો હતો અને તેને કારણે પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી દીધો હતો. ગુરુવારે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યું હોવાથી ખરાબ સ્થિતિ હતી અને આવા વાતાવરણમાં સગીર પ્રેમિકાનો પૂર્વ પ્રેમી પ્રહલાદ મોડી રાત્રે બહાર નીકળ્યો.

આ દરમિયાન તેના પિતાએ પૂછ્યું તો તેણે કહ્યું કે મને પાર્થનો ફોન આવ્યો છે એ મળવા બોલાવે છે એટલે હું અત્યારે બહાર જઈ રહ્યો છું. જો કે, પિતાએ ના પાડવા છત્તાં પણ યુવક આવા વાતાવરણમાં બહાર ગયો. જો કે, પ્રહલાદ જ્યારે પાર્થ પરમારને મળવા પહોંચે એ પહેલા જ ફોન પર બોલાચાલી થઈ હતી અને મોડી રાત્રે સગીર છોકરી અને તેનો પૂર્વ પ્રેમી તથા બોયફ્રેન્ડ સામ સામે આવી ગયા.

અહીં શાબ્દિક બોલાચાલી બાદ મામલો એટલો આગળ વધ્યો કે સગીર પ્રેમિકાના બોયફ્રેન્ડ પાર્થ પરમારે પ્રહલાદ યાદવની હત્યા કરી નાખી. જો કે પ્રહલાદનો મિત્ર ઝઘડો વધી ન જાય એ ચિંતાથી આવ્યો પણ ઘણુ મોડુ થઈ ગયું હતું. તે બાદ મિત્રએ પ્રહલાદના પિતાને ફોન કર્યો અને પછી તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો.

તેમણે પોલિસને જણાવ્યું કે પ્રહલાદ મોડી રાત્રે પાર્થ પરમારને મળવા ગયો હતો. જો કે, પોલીસે તપાસ કરી તો આ ઘટનાને નજરે જોનારી મહિલાએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો, તે પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીર છોકરી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સગીર છોકરી અને તેના બોયફ્રેન્ડે મળીને પ્રહલાદની હત્યાનું કાવતરું રચ્યું છે.

વડોદરાના આજવા રોડ પર આવેલ કૃષ્ણનગર રામદેવનગરની બાજુમાં રહેતા અશોકભાઇ યાદવે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેમના દીકરા પ્રહલાદને પાર્થના ઉર્ફે પલક નામની છોકરી સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો અને તે બાદ પલકને વાઘોડિયા રોડ પર રહેતા પાર્થીવ ઉર્ફે પાર્થ સાથે મિત્રતા થઈ. આને લઇને પ્રહલાદ અને પાર્થ વચ્ચે અવારનવાર ફોન પર બોલાચાલી થતી.

Shah Jina