શું સફેદ અને પાતળા વાળથી પરેશાન છો? આ વસ્તુ લગાવો અને તમારા વાળ કાળા થઇ શકે છે

0

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું એ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ન થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

Image Source

આજે લોકોની આગવી જીવન શૈલી ના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. હવે સફેદ વાળને દૂર કરવા લોકો કેમિકલવાળા કલરનો ઉપયોગ કરે છે. અને તેને કારણે વાળ વધારે ઝડપથી સફેદ થવા લાગે છે. તો તમે કહેશો કાળા વાળ માટે શું કરવું ? તો ચાલો આજે અમે તમને એવા સુરક્ષિત ઘરેલું નુસખા બતાવીશું જેના ઉપયોગથી વાળ પ્રાકૃતિક કાળા થઇ જાય છે. અને ઘણા લાંબા સમય સુધી કાળા રહેશે.

એ ઘરેલુ નુસખો તૈયાર કરવા માટે તમારે નીચે જણાવેલી વસ્તુઓની જરૂર પડશે.

સામગ્રીઓ – 

  • મહેંદી પાઉડર – ચાર ચમચી
  • કાળી ચા – બે ચમચી
  • લીંબુનો રસ- એક ચમચી
  • એક નાનો કપ આંબળાનો પાવડર

ઘરેલુ નુસ્ખા વાળી મહેંદી બનવાની રીત – 

Image Source

સૌપ્રથમ ચાર ચમચી મહેંદી પાઉડરને આખી રાત પાણીમાં પલાળી દો. ત્યાર બાદ બીજે દિવસે તેમાં ઉકાળેલ ચા ની ભૂકી ઠંડી થયા બાદ ભેળવો. સાથે જ તેમાં લીંબુનો રસ અને આંબળાનો પાઉડર પણ મિક્સ કરો. તૈયાર થયેલ પેસ્ટને તમારા માથા પર બ્રશ વળે નાખો.

વાળના મૂળ સુધી એ પેસ્ટને બ્રશ દ્વારા પહોંચાળો. એ પેસ્ટને તમારા વાળમાં એક કલાક સુધી સૂકવવા દો. ત્યાર બાદ કોઈ શેમ્પુ વાપર્યા વિના તાજા પાણીથી તેને ધોઈ નાખો. આ પેસ્ટ હેર ડાઇ નથી પણ તેના જેવું જ કામ કરશે. પણ મહત્વની વાત એ છે કે આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કેમિકલ વિનાની હેર ડાય એટલે કે આ પેસ્ટ ને મહિનામાં એક વખત વાળ પર લગાવવો. આ તમારા વાળને કાળા અને સાથે જ ઘટ્ટ બનાવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here