અજબગજબ જાણવા જેવું

શું તમારા ઘરમાં પણ ઉંદરનો ત્રાસ છે? તો દવા કે માર્યા વગર આ રીતે સરળતાથી ભગાવો ઉંદરને, જાણો નુસ્ખા

મોટાભાગના ઘરમાં એક સમસ્યા તો હોય છે અને તે સમસ્યા છે ઉંદરની, ઘણા ઘરમાં આપણે જોઈએ છીએ કે ઉંદરનો ત્રાસ સૌથી વધુ હોય છે, તે ખાવાનું બગાડે છે, કપડાં કાપી ખાય છે, ઇલેક્ટ્રિક વાસ્તુના વાયર પણ કાપી નાખે છે તો ઘણીવાર ગાડીમાં પણ વાયરિંગ અને સીટને મોટું નુકશાન પણ પહોંચાડતા હોય છે, અને ત્યારે શું હાલત થાય તે આપણે સમજી શકીએ છીએ.

Image Source

ઘણા લોકો ઉંદરને મારવા માટેની દવા ઘરમાં મુકતા હોય છે તો ઘણા લોકો પાંજરાનો પણ ઉપયોગ કરે છે, પણ આ બધા ઉપાયો માત્ર થોડા સમય પૂરતા જ હોય છે, નવા ઉંદર આવે છે અને એ ઉંદરનો ત્રાસ ફરી શરૂ, બરાબરને? ઘણા લોકો ઉંદરને મારવા નથી માંગતા હોતા, ઘણીવાર ઉંદર દવા ખાઈને ઘરમાં જ એવી જગ્યાએ મરી જાય છે જે શોધવા છતાં પણ મળતી નથી, અને તેની ગંધથી પણ હેરાન થઇ જતા હોય છે ત્યારે આજે અમે તમને ઉંદરને માર્યા કે દવા આપ્યા વગર જ ઘરમાંથી ભગાવવાના સરળ ઉપાયો જણાવીશું.

Image Source

ડુંગળી છે ઉપયોગી:
તમને ખબર છે કે ઉંદરોને ડુંગળીની ગંધ સહેજ પણ પસંદ નથી આવતી, તો તમે પણ ઉંદરથી છુટકારો મેળવવા માટે ઘરના ખૂણામાં રાખી દો, ડુંગળીની તીખી ગંધથી જ ઉંદર ઘર છોડીને ભાગી જશે.

Image Source

ફટાકડી નો કરો ઉપયોગ:
ઉંદરની ફટાકડીની ગંધ પણ પસંદ નથી આવતી, જો ઘરમાં ઉંદરનો ત્રાસ વધારે હોય તો ફટકડીનો પાવડર બનાવીને ઉંદરના દર પાસે નાખી દો, જેનાથી પણ ઉંદર ઘર છોડીને ભાગી જશે.

Image Source

પીપરમિન્ટ પણ છે ફાયદાકારક:
ઉંદરોને પીપરમિન્ટની ગંધ પણ પસંદ નથી આવતી, તો તમે પીપરમિન્ટના ટુકડા પણ ઘરમાં અલગ અલગ જગ્યા ઉપર રાખી શકો છે જેના કારણે ઉંદર તેની સુગંધથી જ ઘરમાંથી ચાલ્યા જશે, આ સિવાય પુદીનાના પાન કે ફૂલને વાટીને પણ તમે ઉંદરના દરની પાસે રાખી શકો છો.

Image Source

લાલ મરચું છે અસરદાર:
લાલ મરચું ઉંદરને ભગાવવા માટેનું સૌથી અસરદાર ઉપાય છે. ઉંદર જે જગ્યા એ આવતા હોય તે જગ્યા ઉપર લાલ મરચું થોડું ભભરાવી દો પછી જુઓ કે ઉંદર કેવી રીતે ઘરની બહાર ભાગે છે.

Image Source

ઊંટના પગના નખથી દૂર ભાગે છે ઉંદર:
તમને જાણીને નવાઈ લાગશે કે ઊંટના પગના નખ પણ ઉંદરને ઘરની બહાર ભગાવવામાં બહુ જ કારગર સાબિત થાય છે. ઘરના પ્રવેશદ્વાર અથવા તો જે જગ્યાએથી ઉંદર પ્રવેશ કરે છે એ જગ્યા ઉપર ઊંટના પગનો નખ રાખી દો, જો ઉંદર તેને એકવાર સ્પર્શ કરી લેશે પછી બીજીવાર તમારા ઘર તરફ એ ક્યારેય નહીં આવે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.