મનોરંજન

નસીબ હોય તો આવા, બાહુબલીની હિરોઈનને ગિફ્ટમાં મળ્યો દુનિયાનો સૌથી 5th મોટો ડાયમંડ-કિંમત જાણીને ઉડી જશે હોંશ

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સેરા નરસિમ્હા રેડ્ડી'(Sye Raa Narasimha Reddy) આજકાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં બાહુબલીની હિરોઈન એટલે કે એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ મલીડ રોલમાં નજર આવે છે.

તમન્નાની એક્ટિંગ ચિરંજીવીની પુત્રવધૂને આટલી ઈમ્પ્રેસ કરી ગઈ કે તેને તમન્નાને દુનિયાનો સૌથી મોંઘા અને કીમતી ડાયમંડમાંથી એક ગિફ્ટ કરી દીધો હતો. આ ડાયમંડની કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.

તમન્નાને ગિફ્ટમાં મળ્યો દુનિયાનો 5મોં સૌથી મોટો બ્લેક ડાયમંડ. જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં તમન્નાએ ચિરંજીવી એટલે કે નરસિમ્હાની પત્ની લક્ષ્મીનો રોલ નિભાવ્યો છે.

ચિરંજીવીના પુત્ર રામચરણની પત્ની ઉપાસના કૉનીડેલાએ તમન્ના ભાટિયાને આ ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો. ઉપાસનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડાયમંડ અને તમન્નાની તસ્વીર શેર કરી હતી.

સાથે જ કૅપ્શનમાં લખ્યું હતું કે ‘સુપર તમન્ના માટે મિસિસ પ્રોડ્યુસર તરફથી એક ગિફ્ટ. ફરી જલ્દી મળશું.’ ફિલ્મ 2જી ઓક્ટોબરે રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો પણ કેમીઓ જોવા મળ્યો હતો.

આ ફિલ્મને ચિરંજીવીના દીકરા રામ ચરણે પ્રોડ્યુસ કરી છે, અને સુરેન્દ્દ રેડ્ડીએ ડિરેક્ટ કરી છે.