જ્ઞાન-જાણવા જેવું

માત્ર 30 રૂપિયાના કાર્ડમાં 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં મળશે, જાણો યોજનાનો લાભ કઈ રીતે લેવો?

સરકારે શરુ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર 30 રૂપિયામાં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવડાવીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકાય છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલું છે, જેમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ બનાવવું અનિવાર્ય છે. કાર્ડ બન્યા પછી જ તેમની સારવાર આ યોજના અંતર્ગત થઇ શકશે. આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારના લગભગ 50 કરોડ લોકો સામેલ છે, જેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.

આ યોજનામાં સમાવેશ થનાર 10 કરોડ પરિવારનું આખું લીસ્ટ સરકારે બનાવેલું છે અને આ લિસ્ટમાં જેનું નામ હશે એને જ આ યોજનાનો લાભ મળશે. આ લિસ્ટ ગરીબી રેખાના આધારે નક્કી કરવામાં આવ્યું છે અને મોટેભાગે ગ્રામ્ય વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ મળશે.

Image Source

અહીં બનશે ગોલ્ડન કાર્ડ –

આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બે જગ્યાઓ પર બનશે. હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર (CSC) પર. કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં આસાનીથી મળી જાય છે. કાર્ડ બનાવવાના 30 રૂપિયા લેવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર સિવાય આ કાર્ડ હોસ્પિટલમાં પણ બની જશે, અહીં કાર્ડ મફતમાં બનશે. સામાન્ય રીતે લોકો બીમાર થવા પર જ હોસ્પિટલ જાય છે, એટલે બીમાર થતા પહેલા જો કાર્ડ બનાવવું છે તો કોમન સર્વિસ સેન્ટર જવું પડશે.

આ કાર્ડ લેમિનેટ કરીને આપવામાં આવશે. એવું નહિ ચાલે કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે. જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો બધાના જ કાર્ડ અલગ-અલગ બનશે. આ યોજનામાં સામેલ દરેક વ્યક્તિ કોમન સર્વિસ સેન્ટર પર આવીને આયુષ્માન ભારતની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. નામ હોવા પર તેમનું કાર્ડ બની જશે.

આ કાર્ડમાં તમારું નામ છે કે અહીં એ તમે ઘરે બેઠા ઓનલાઇન પણ ચેક કરી શકો છો. એ માટે તમારે સરકારની અધિકૃત વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login ખોલો. એ પછી તેમાં મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. આટલું કર્યા બાદ Generate OTPના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક બીજું  તમારા મોબાઈલ નંબર પર આવેલો OTP નાખવાનો રહેશે. અને ટર્મ્સના બોક્સ પર ક્લિક કરવાનું રહેશે પછી સબમિટ કરી દેવું.

આટલું કર્યા પછી રાજ્ય વિશે પૂછવામાં આવે ત્યાં તમારું રાજ્ય પસંદ કરવું અને નીચે આપેલા બોક્સ પર ક્લિક કરો. જેમાં અલગ-અલગ કેટેગરી આપી હશે, જેમાંથી કોઈ પણ કેટેગરી અનુસાર બધી જ વિગતો ભરીને તમારો એ યોજનામાં સમાવેશ થાય છે કે નહિ એ ચેક કરી શકાય છે.

આ કેટેગરીમાં search by name, search by ration card number, search by mobile number અને search by RSBY URN છે, જેમાંથી તમે કોઈ પણ વિકલ્પ વડે પોતાનું નામ આ યોજનામાં સામેલ છે કે નહિ એ ચેક કરી શકશો. જો તમારું નામ સર્ચ રીઝલ્ટમાં આવે તો તમે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને તમારું આ કાર્ડ બનાવડાવી શકો છો.

Image Source

પ્રધાનમંત્રી મોકલી રહયા છે પત્ર –

આયુષ્માન યોજનાના બધા જ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ખુદ એક પત્ર મોકલી રહયા છે, જેમાં QR-code આપવામાં આવ્યો છે. QR-code હોવાથી હોસ્પિટલમાં તમારી ઓળખ આસાનીથી થઇ જશે. બધા જ લાભાર્થીઓનો QR-code જુદો-જુદો હશે. આ પછી હોસ્પિટલમાં તમારી ઓળખ થયા બાદ લાભાર્થી પરિવારને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે, જે તમને ખૂબ જ કામ આવશે.

કઈ બીમારીઓની થશે સારવાર –

આયુષ્માન યોજના અંતર્ગત 1300થી વધુ બીમારીઓની સારવાર કરવામાં આવશે, જેમાં કેન્સર, હૃદયની બીમારી, કિડની, લીવર, ડાયાબિટીસ સહીત બીજી ઘણી બીમારીઓનો સમાવેશ થાય છે. આ સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. જેમાં તપાસ, દવા, સારવાર અને દાખલ થવાનો અને એ પછીનો બધો જ ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય પહેલાથી જે બીમારી થઇ છે એને પણ કવર કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.