અદ્દભુત-અજબગજબ ખબર

પ્રદુષણ સામે લડવા માટે જર્મનીએ અજમાવ્યો આ રસ્તો, બનાવ્યો ઇલેક્ટ્રિક હાઈવે

યુરોપના સુંદર દેશ જર્મનીએ પ્રદુષણ સામે લડવા માટે એક નવો રસ્તો અપનાવ્યો છે. પહેલીવાર જર્મનીમાં રોડ ટ્રાન્સપોર્ટેશન માટે ઈલકટ્રીક હાઇવે ખોલ્યો છે. સરકારે હાલમાં જ ફ્રેન્કફર્ટ એરપોર્ટ અને નજીકના ઈન્ડસ્ટ્રિયલ પાર્ક વચ્ચે 10 કિલોમીટર લાંબા હાઈવેનું પરીક્ષણ કર્યું છે. આ હાઇવે ટેસ્ટ સ્ટ્રેચ પર ખાસ પ્રકારના ટ્રકો ચલાવવામાં આવ્યા, જે ટ્રેન એન્જીનોની જેમ રસ્તાની ઉપર લાગેલા કેબલથી વીજળી દ્વારા ચાલે છે. આ ટ્રક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જીનની સાથે સાથે બેટરીથી પણ સજ્જ છે, જેને ઓવરહેડ લાઈનો દ્વારા સ્પીડમાં રિચાર્જ કરી શકાય છે.

Image Source

મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના પાસે ટ્રાફિક ગ્રોથ છે, તેમની અર્થવ્યવસ્થા ટ્રાન્સપોર્ટ દ્વારા જ રહે છે અને આ માટે ઇનોવેટિવ સોલ્યુશનને આગળ વધારવું જરૂરી છે. મંત્રાલય અનુસાર, આ જર્મન હાઇવે પર એક યોજનાનો ભાગ છે, જેના દ્વારા 2030 સુધીમાં પ્રદુષણને ઘટાડવાનું લક્ષ્ય છે, એટલે કે આ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની છે.

Image Source

આ સિસ્ટમ જર્મન કંપની સિમેન્સ એ વિકસિત કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પ્રદુષણ ઓછું કરવા માટે આ પ્રકારનું પહેલું પરીક્ષણ છે. ટ્રકોમાં મોટરો લગાવી છે જે કેબલથી વીજળી લઈને ચાલે છે. ઇલેક્ટ્રિક કેબલની ઉર્જાથી ટ્રક 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે.

Image Source

આ સિસ્ટમ વિકસીત કરનાર કંપની સિમેન્સનું કહેવું છે કે આ સિસ્ટમ બળતણથી ચાલનાર ટ્રકોની સરખામણીમાં વધુ ઉર્જા બચાવે છે. આ સિસ્ટમથી દર વર્ષે એક લાખ કિલોમીટર ચાલવા પર સામાન્ય બળતણની સરખામણીમાં ટ્રાન્સપોર્ટરના 17 હજાર પાઉન્ડ (16 લાખ રૂપિયા) સુધી બચી શકે છે. સાથે જ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ ઓછું ઉત્પન્ન કરી શકે છે. જ્યા હાઇવે ઇલેક્ટ્રિક નહિ હોય ત્યાં આ ટ્રક સામાન્ય બળતણથી ચાલી શકશે. સરકારે આ ટ્રકો તૈયાર કરવામાં 536 કરોડ રૂપિયા લગાવ્યા છે.

Image Source

વર્ષ 2022 સુધીમાં બીજી 5 ટ્રકિંગ કંપનીઓ આ ટેસ્ટમાં ભાગ લેવાની યોજના બનાવી રહી છે, એ જોવા માટે કે શું ઓવરહેડ લાઈન ટેક્નિક યોગ્ય છે અને શું આનો ઉપયોગ જર્મનના રસ્તાઓ પર કરી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.