ભાવનગરમાં નજીવી વાતે પાડોશીએ પિસ્તોલ કાઢીને માતા અને દીકરી ઉપર કર્યું ધડાધડ કર્યું ફાયરિંગ, યુવતીનું થયું મોત

ભાવનગરમાં સવાઈગર શેરીમાં મામૂલી બાબતે થઇ ફાયરિંગ, 22 વર્ષની આ યુવતીનું થયું દર્દનાક મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો અંગત અદાવતમાં કોઈની હત્યા કરી નાખતા હોય છે તો ઘણા લોકો પ્રેમ સંબંધોમાં કોઈની હત્યા કરી નાખતા હોય છે, પરંતુ ભાવનગરમાંથી એક એવી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેને ચકચારી મચાવી દીધી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સવાઈગરની શેરી ખાતે આવેલ રહેમત મઝીલમાં ગત ગુરુવારના રોજ બપોરના સમયે બે પડોશીઓ વચ્ચે બિલ્ડિંગ મટીરીયલ મૂકવા બાબતે ઝઘડો થઈ ગયો હતો જેના બાદ પાડોશી ગુસ્સમાં આવી જતા ઘરમાં જઈ પીસ્ટલ જેવું હથિયાર લાવી તેના જ પાડોશમાં રહેતા માટે દીકરી ઉપર ચાર રાઉન્ડ ફાયર કર્યું હતું.

આ ઘટનામાં માતા અને પુત્રીને ઈજાઓ પહોંચી હતી જેના બાદ તે માતા અને દીકરીને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દીકરીનું મોત નિપજતા આ આખી જ ઘટના હત્યામાં પરિણમી હતી અને હત્યા કરીને પાડોશી પણ ફરાર થઇ ગયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર શેરીમાં અનવરઅલી પ્યારઅલી વઢળીયાના ઘરે રિનોવેશનનું કામ ચાલતું હોવાના કારણે તેમના ઘરની લાઈનમાં ઓટલા પર સિમેન્ટની થેલીઓ તથા રેતી મુકેલી હતી. ટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોય જેને લઇ પાડોશી સાથે બોલચાલ થઇ હતી.

જેના બાદ કરીમે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં પુત્રી ફરિયાલબેનનું મોત નીપજ્યું છે, ફાયરિંગ કર્યા બાદ કરીમ ભાગી રહેલો પણ સીસીટીવીમાં કેદ થયો હતો ત્યારે હવે આ ઘટનામાં પગલે એસ.પી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel