મનોરંજન

જેનેલિયા અને પતિ રિતેશ દેશમુખનો બેડરૂમની અંદર મસ્તી કરતો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ જુઓ

બેડરૂમની આ તસવીરો જોઈને ફેન્સ બોલ્યા કે થોડીક તો શરમ કરો

બોલીવુડના સૌથી ખ્યાતનામ કપલમાંના એક રિતેશ દેશમુખ અને જેનેલિયા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે જે ચાહકોને ખુબ જ પસંદ આવે છે. જેનિલિયાએ હાલમાં જ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તેમના બેડરૂમની અંદરનો છે જેમાં બંને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Image Source

વીડિયોની અંદર જોઈ શકાય છે કે જેનેલિયા બેડ ઉપર સૂતી જોવા મળે છે અને રિતેશ તેની પાછળથી આવીને તેને પોતાની બાહોમાં ભરી લે છે. આ વીડિયોની અંદર ફિલ્મ “કબીર સિંહ”નું ગીત મેં તેરા બાણ જાઉંગા સંભળાઈ રહ્યું છે.

Image Source

આ વીડિયો શેર કરવાની સાથે જેનેલિયાએ લખ્યું છે કે “હંમેશા વાળી લવ સ્ટોરી”, ચાહકો પણ તેના આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Image Source

જેનેલિયા અને રિતેશે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ તેમને એક દીકરો પણ જન્મ્યો હતો જેનું નામ રિયાન છે. તેમના બીજા દીકરાનો જન્મ 2016માં થયો હતો જેનું નામ રાહીલ છે.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

જેનેલિયા પણ બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રી હતી, પરંતુ લગ્ન બાદ તેને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. રિતેશના અભિનયને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.